‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી-2માં ફિલ્મસ્ટાર બની ગયેલા આ પાત્રો પણ દેખાશે?

મુંબઈ: એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ દ્વારા પ્રસારિત લોકપ્રિય શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ટૂક સમયમાં ફરી એક વખત ધૂમ મચાવા આવી રહ્યો છે. આ શો માં પણ પહેલાની તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની જોવા મળશે. જેનો ફસ્ટ લૂક પણ બહાર આવી ચૂક્યો છે. ફસ્ટ લૂક પરથી લોકોનો સિરિયલને લઈ ઉત્સાહ બમણો થઈ ચૂક્યો છે.
‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2’નું લોન્ચ 29 જુલાઈથી સ્ટાર પ્લસ પર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. સ્મૃતિ ઈરાની ફરીથી તુલસી વિરાણીના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે, આ સાથે શોમાં ઘણા ન્યૂ કમર પણ જોવા મળશે. જ્યારે કેટલાક ચહેરા પહેલાની સિઝનમાંથી જોવા મળશે. એટલે કે શોમાં જૂના અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળશે.
મીડિયા અહેવાલ મુજબ, શોમાં કૃષ્ણા તુલસી અને લક્ષ્ય વિરાણીના પાત્રોની વાપસી થશે. મૌની રોય કૃષ્ણા તુલસીના રોલમાં ટૂંકો પરંતુ આકર્ષક કેમિયો કરશે, જેની જાહેરાતથી સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઉત્તેજના વધી છે. આ ઉપરાંત, પુલકિત સમ્રાટ લક્ષ્ય વિરાણીના પાત્રમાં એક નાનો પણ પ્રભાવશાળી કેમિયો કરશે, જે શોને વધુ રોમાંચક બનાવશે.
શોના બીજા સિઝનમાં મંદિરાના પાત્રની પણ વાપસી થશે, પરંતુ આ વખતે મંદિરા બેદીના સ્થાને બરખા બિષ્ટ આ ભૂમિકા ભજવશે. બરખાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. આ નવા ચહેરા અને જૂના પાત્રોનું સંયોજન શોને નવો રંગ આપશે, જે ચાહકો માટે ખાસ આકર્ષણ બનશે.
જ્યારે પહેલી સિઝનમાં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવીને ખૂબ લોકપ્રિય થનાર રોનિત રોયની વાપસીની પણ અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે આ અફવાઓ પર વિરામ મૂકી રોનિતે સ્પષ્ટ કહ્યું કે તે આ શો નહીં કરશે. હાલ રોનિત રોયના કામની વાત કરીએ તો તે હાલમાં ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં રાજા સોમેશ્વરની ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે.