મનોરંજન

આ છે ટ્રોલર્સના ફેવરિટ સ્ટાર કિડ્સ, હંમેશાં રહે છે નિશાન પર

મુંબઈ: લોકો સામાન્ય રીતે વિચારતા હોય છે કે સેલિબ્રિટી અને તેમાં પણ ફિલ્મ જગતની સેલિબ્રિટીના સંતાન હોવું કેટલું ભાગ્યશાળી ગણાતું હશે અને તેમની પાસે પહેલાથી જ સંપત્તિ, સુખ-સુવિધાઓ અને ચાહકો આ બધું જ હોય છે. આ વાત ખોટી તો નથી પણ સ્ટાર કિડ્સ હોવાના ફાયદા છે તેમ થોડા ગેરફાયદા પણ છે અને તેમાં પણ જ્યારથી નેપોટિઝમ એટલે કે પરિવારવાદની ચર્ચા ચાલી છે ત્યાર પછી તો સ્ટાર કિડ્સ અવારનવાર ઓનલાઇન ટ્રોલ્સનો શિકાર બનતા હોય છે. બોલીવુડમાં પણ એવા અનેક સ્ટાર કિડ્સ છે, જે વારંવાર ટ્રોલ્સનો શિકાર બનતા હોય છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બોલીવુડના બાદશાહ ગણાતા શાહરુખ ખાન અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનનું. તે હંમેશાં ટ્રોલ્સના નિશાન પર રહેતો હોય છે. લોકો તેને તે જે રીતે હસે છે તેની માટે ટ્રોલ કરતા હોય છે. તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ આર્યન ખાને ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ પણ કર્યું હતું.

આ યાદીમાં બીજા સ્થાને આવે છે સારા અલી ખાન. સારા પણ વારંવાર ટ્રોલિંગનો ભોગ બનતી હોય છે. તે જુદા જુદા કારણોસર ટ્રોલ થતી હોય છે. ક્યારેક તેણે પહેરેલા ડ્રેસના કારણે તો ક્યારેક તેના અભિનયના કારણે લોકો તેને ટ્રોલ કરતા રહેતા હોય છે. સારા અલી ખાન ‘કેદારનાથ’ અને ‘એ મેરે વતન’ જેવી ફિલ્મોના કારણે ખાસ્સી ચર્ચામાં રહી હતી.
સારા બાદ નંબર આવે છે જાન્હવી કપૂરનો. જ્હાન્વી કપૂર શ્રી દેવી અને બોની કપૂરની દિકરી છે અને તેને પણ ટ્રોલ્સ ઘણી વખત શિકાર બનાવતા હોય છે. જ્હાન્વીને તેના લુક્સના કારણે ટ્રોલ કરવામાં આવે છે. જ્હાન્વીની રાજકુમાર રાવ સાથેની આગામી ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસીસ માહી’ 31 મેના રોજ રિલીઝ થવાની છે.

ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે પણ સતત સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે. અનન્યા પાંડેને ખાસ કરીને તેના અભિનયના કારણે ટ્રોલ કરવામાં આવતી હોય છે. હાલ અનન્યા તેના આદિત્ય રોય કપૂર સાથે બ્રેક અપની ચર્ચાના કારણે સમાચારોમાં છે.

આ યાદીમાં છેલ્લું નામ ફરી શાહરુખ ખાનની સંતાનનું છે. આર્યન ખાનની જેમ જ સુહાના ખાન પણ સતત ટ્રોલ થતી રહેતી હોય છે. તેને પણ તેના લુક્સ અને તેના ડ્રેસના કારણે ટ્રોલ કરવામાં આવતી હોય છે. સુહાના શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિનય કરતી જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button