નેહા કક્કરની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને ટ્રોલ થઈ…

બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર તેની ક્યુટનેસ અને સુંદર અવાજ માટે જાણીતી છે. નેહા કક્કરની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. નેહા અવારનવાર ભારત અને વિદેશમાં લાઇવ પર્ફોર્મન્સ પણ આપે છે. ઓસ્ટ્રેલિયામાં વિવાદ કર્યા પછી હવે તેના અતરંગી ડ્રેસને લઈ વિવાદનું કારણ બની શકે છે.
નેહા કક્કર ગીતોની સાથે નેહા તેની ફેશન સ્ટાઇલ માટે પણ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના આઉટફિટ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે જે પહેર્યું હતું તેના કારણે તે હેડલાઈન્સમાં છે.

તાજેતરમાં નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કર્યા હતા. ચાહકો તેનો આઉટફિટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફોટામાં ગાયિકાએ સફેદ ટોપ ઉપર બ્લુ બ્રા પહેરી છે. તેણે એકની ઉપર એક ટ્રેકપેન્ટ પણ પહેર્યા છે. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં અતરંગી પોઝ આપ્યા હતા.
આ તસવીરો સાથે, ગાયકે કેપ્શનમાં લખ્યું, ‘મારી પુકી લાબુબુ સાથે ફેબ સાઉન્ડ ચેક. આજે રાત્રે ન્યુ હોરાઇઝન કોલેજ ઓફ એન્જિનિયરિંગ બેંગ્લોર માટે પરફોર્મ કરવા માટે ઉત્સાહી છું!’ હવે નેહાને તેના આ ફોટાને કારણે ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- ‘આ કેવા પ્રકારનો પોશાક છે?’ આના પર પ્રતિક્રિયા આપતા બીજા યુઝરે ટિપ્પણી કરી, ‘શું તેણે ક્યારેય એવું કંઈ કર્યું છે જે સમજદારીભર્યું હોય?’ એકે નેહાની મજાક ઉડાવતા લખ્યું- ‘નેહાની પ્રેરણા કદાચ સુપરમેન હતી, જે બહાર પોતાના ટ્રંક પહેરે છે. નેહા આ ભૂલી ગઈ.’
આપણ વાંચો : pregnancyના સમાચાર પર Neha Kakkarએ આપ્યું આવું રિએક્શન…