રાતો રાત સ્ટાર તો બની પણ સોશિયલ મીડિયા પર ત્રણ સો ટકા ફોલોઅર્સ પણ વધી ગયા બોલો
નસીબનો સિતારો ક્યારે ચમકે તે કોઈ જાણતું નથી. ફિલ્મજગતમાં કેટલાંય એવા કલાકારો છે જે આવી એક તકની જ રાહ જોતા હોય છે જે તેમને આસમાન પર પહોંચાડી દે. જોકે સૌને નથી મળતી પણ તાજેતરમાં એક અભિનેત્રીને મળી છે અને હવે તેના સિતારા બુલંદ થઈ ગયા છે.
આ અભિનેત્રી છે એનિમલ ફિલ્મમાં ઝોયાનો રોલ કરનારી તૃપ્તી ડમરી. રણબીર કપૂર પછી જો કોઈએ દર્શકો સહિત ઈન્ડસ્ટ્રીનું ધ્યાન ખેંચ્યું હોય તો તે તૃપ્તી છે. મેઈન હીરોઈન હોવા છતાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ તેની સામે ઝાંખી પડી ગઈ છે. તૃપ્તીને હવે કેટલી અને કેવી ફિલ્મો અને કેવા રોલ મળશે તે ખબર નથી, પરંતુ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલોઅર્સથી ઉભરાઈ ગયું છે. તૃપ્તીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે મારા ફોલોઅર્સ વધી ગયા છે અને મારા પરિવાર અને મિત્રો મને તેના સ્ક્રીનશોટ્સ મોકલ્યા કરે છે. લગભગ એક મહિના પહેલા તૃપ્તીના ફોલોઅર્સ છ લાખ જેટલા હતા જે વધીને 35 લાખ આસપાસ પહોંચી ગયા છે.
ફિલ્મમાં નાનકડો રોલ અને ઈન્ટિમેટ સિન આપનારી તૃપ્તી કહે છે કે મને કેરેક્ટર ગમ્યુ આથી મેં ફિલ્મ સાઈન કરી હતી અને ક્યારેય વિચાર્યું ન હતું કે આ રીતે લોકો મને જાણતા થઈ જશે. પોતાને સ્ટારડમ સાથે કોઈ નિસ્બત ન હોવાનું કહેનારી તૃપ્તીએ અગાઉ કાલા અને બુલબુલ ફિલ્મમાં કામ કર્યું છે. રણબીર સાથેના ઈન્ટિમેટ સિન વિશે તૃપ્તી કહે છે કે અગાઉના રેપ સિન કરતા તે ઘણો સારી રીતે શૂટ થયો હતો. તે સમયે ત્યાં પાંચ જ લોકો હાજર હતા અને તમામે મારી સવલતોનું ધ્યાન રાખયું હતું. રણબીર પણ ખૂબ જ સહકાર્ય આપતો હતો.
જોકે આ ફિલ્મના ઘણી સિન્સને લઈને વિવિચકોએ વાંધો ઉઠાવ્યો છે, જેમાં તૃપ્તીનો સિન પણ છે. ખેર, ફિલ્મ પંદરેક દિવસમાં લગભગ 800 કરોડનો વકરો કરી ચૂકી છે, તેમ અહેવાલો કહે છે.