‘મેરે મહબૂબ’ને લઈ નેશનલ ક્રશ તૃપ્તિ શું બોલી ગઈ…

એનિમલ ફેમ અભિનેત્રી અને રાતોરાતો સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ બની જનારી જાણીતી અભિનેત્રી તૃપ્તિ ડીમરી અત્યારે ચર્ચામાં છે. તૃપ્તિની આગામી ફિલ્મ ‘વિક્કી વિદ્યા કો વો વાલા’ (Vicky Vidya Ka Woh Wala Video) વીડિયોના ગીત ‘મેરે મહેબૂબ’ને લઈ લાઈમલાઈટમાં છે. આ ડાન્સને લઈ તૃપ્તિના સ્ટેપ્સને લઈ તેની ટીકા કરવામાં આવી હતી હવે એના અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો :નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…

એનિમલને લઈ લાઈમલાઈટમાં રહેનારી તૃપ્તિ ડીમરીનું એક ગીત અત્યારે વાઈરલ થઈ રહ્યું છે. આ ફિલ્મનું ગીત લોકોને પસંદ પડી રહ્યું છે, જ્યારે તેના સ્ટેપ્સ પણ લોકોને પસંદ પડ્યા છે, જ્યારે અમુક લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યા છે. હવે એના અંગે ખૂદ તૃપ્તિએ રિએક્શન આપ્યું હતું.

સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવ્યા પછી તૃપ્તિએ કહ્યું કે તો શું હું ચૂપ રહું. ટ્રોલિંગ કરવા મુદ્દે પોતાનું મૌન તોડીને કહ્યું કે ભૂલોથી સૌએ શિખવાનું જરુરી છે, પરંતુ એનો અર્થ નથી કે એક્સપરિમેન્ટ કરવાનું છોડી દેવામાં આવે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક એક્ટરની દૃષ્ટિએ વાત કરું તો હું અલગ અલગ વસ્તુઓની અજમાઈશ કરું છું. એક્ટિંગ સિવાય, એક અભિનેતાને ચાલવા, ડાન્સ કરવા અને અન્ય બાબતો જાણવાનું પણ જરુરી છે. પહેલા મને એના અંગે કોઈ અનુભવ થયો નહોતો, કારણ કે મને પણ ખબર નહોતી કે હું અભિનેત્રી બનીશ.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આઈટમ સોંગ લઈને લોકો ટીકા કરે છે તો એના અંગે કહ્યું હતું કે આ મારું પહેલું આઈટમ સોંગ છે અને એનું શૂટિંગ કરી રહી હતી ત્યારે લાગ્યું કે પહેલા મેં ક્યારેય ડાન્સ કર્યો નહોતો, પરંતુ પહેલા આઈટેમ સોંગ પર લોકોના આવા રિએક્શન મળે.
તૃપ્તિ ડીમરીએ પોતાના આત્મવિશ્વાસ અને એક્ટિંગને કારણે પોતાની પ્રતિભાને સાબિત કરી હતી તેમ જ કલાકારોની સામે આવનારા પડકારોનો સામનો કરવા અને એનાથી આગળ વધવાનું જરુરી છે. તૃપ્તિએ કહ્યું હતું કે કોએક્ટર રાજકુમાર રાવના ડાન્સથી પ્રભાવિત થઈ હતી, જ્યારે તે વિક્કી કૌશલના ડાન્સના મૂવ્સથી પ્રભાવિત હતા. અહીં એ જણાવવાનું કે અગિયારમી ઓક્ટોબરના વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો રિલીઝ થશે. એના સિવાય આગામી દિવસોમાં તૃપ્તિ ‘ભૂલ ભૂલૈયા’માં જોવા મળશે, જ્યારે દિવાળીમાં ‘સિંઘમ અગેઈન’માં જોવા મળશે.