મનોરંજન

‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી આ કારણસર ફરી ચર્ચામાં

મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી નેશનલ ક્રશ બનીને દેશના યુવાનોના દિલ ઉપર છવાઇ જનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ પોતાના કૉલેજ કાળનો એક કિસ્સો પોતાના ચાહકો સાથે શેર કર્યો છે. પોતે કૉલેજમાં હતી ત્યારે પોતાના લુક્સ અને આઉટફિટ ઉપર ઘણા એક્સપેરીમેન્ટ કરતી હોવાનું તૃપ્તિએ જણાવ્યું હતું.

પોતે કૉલેજમાં હતી ત્યારથી જ બોલિવૂડની સ્ટાઇલ પાછળ પાગલ હોવાનું જણાવતા તૃપ્તિએ કહ્યું હતું કે તે બોલિવૂડની ફિલ્મો જોયા બાદ તે ફિલ્મની અભિનેત્રીઓના લુકને કોપી કરવાનો પ્રયત્ન કરતી હતી. આમ પોતે લુક્સના મામલે અનેક અખતરા કર્યા હોવાનું તૃપ્તિએ કહ્યું હતું. ફક્ત ડ્રેસ અને આઉટફિટ નહીં, પણ મેકઅપ સાથે પણ અનેક એક્સપેરિમેન્ટ કરતી હોવાનું તૃપ્તિએ જણાવ્યું હતું.

તૃપ્તિ કહે છે કે હું કોઇપણ ચીજ કરતાં વધુ મહત્ત્વ કમ્ફર્ટને આપું છું. જો હું કમ્ફર્ટેબલ હોવ તો હું સૌથી કોન્ફિડન્ટ વ્યક્તિ હોવ તેવું અનુભવું છું. મારું માનવું છે કે ક્ધફર્ટેબલ હોવું તમને વધુ સુંદર પણ બનાવે છે. એ મારી પોતાની અલગ જ શૈલી છે.

ટૂંક સમયમાં તૃપ્તિ કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલભૂલૈયા-3’માં જોવા મળશે. તૃપ્તિ કહે છે કે હું કોઇપણ વસ્તુમાં જો કમ્ફર્ટેબલ ફિલ કરું તો પછી હું અન્ય કોઇ વસ્તુને બદલે તેને જ પસંદ કરું છું. તૃપ્તિએ પોતાનું ડેબ્યુ 2017ની સાલમાં ‘પોસ્ટર બોય્ઝ’ ફિલ્મથી કર્યું હતું. જોકે, ‘એનિમલ’ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી અને દરેક બોલિવૂડ પ્રેમીઓના મોં પર તેનું નામ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button