ટ્રેન બ્રિજ પરથી પસાર થઈ અને નીચેથી પસાર થનારા વાહનચાલકો કેમ રોકાયા? વાયરલ વીડિયોનું જાણો કારણ

Viral video of train bridge: આજના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધી રહ્યું છે, જ્યાં અવનવા વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોના મીમ્સ પણ બનાવતા હોય છે. આવા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. તાજેતરમાં એક ટ્રેનના બ્રિજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની પાછળનું કારણ શું છે? આવો જાણીએ.
ટ્રેન આવી અને વાહનચાલકો રોકાઈ ગયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર adultgram_નામનું એક એકાઉન્ટ ચાલી રહ્યું છે. આ એકાઉન્ટ પર વિવિધ પ્રકારના મીમ્સ પોસ્ટ કરવામાં આવે છે. તાજેતરમાં _adultgram પર Trust issue in india એવા ટાઈટલ અને ‘જો તમે સમજી શકો તો’ એવા કેપ્શન સાથે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં એક રેલવે બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ રહી છે. રેલવે બ્રિજની નીચે રોડ છે. પરંતુ રેલવે બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ રહી હોવાને કારણે વાહનચાલકો થોડી વાર માટે થોભી જાય છે. ટ્રેન પસાર થઈ ગયા બાદ વાહનચાલકો આગળ વધે છે.
કોઈના થૂંકવાનો ડર લાગે છે
સોશિયલ મીડિયા પર આ વીડિયો મીમ્સ વાયરલ થઈ રહ્યું છે. યુઝર્સ તેના પર અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. adultgramના કમેન્ટ બોક્સમાં એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું કે તેમને ભરોસો છે કે કશુંક તો પડશે. બીજા યુઝર્સે લખ્યું હતું કે જૂની ટેવથી મજબૂર. ત્રીજા યુઝર્સે લખ્યું કે કોઈ થૂંકી કે ઊલ્ટી ના કરી દે, ચોથા યુઝર્સે લખ્યું કે, બ્રિજ ધરાશાયી થવાથી નહીં પણ કોઈના થૂંકવા કે અન્ય બાબતને લઈ ડરે છે.