Aap Jaisa Koi Trailer Review: ફરી ફેમિનિઝમના ડૉઝ સાથે એન્ટરટેઈનર આવી રહી છે.

સામાજિક વિષયોને ચમકાવતી ફિલ્મો જોનારો એક બહુ મોટો વર્ગ છે. આ વર્ગ માટે સમયાંતરે અમુક વિષયો આવતા જ રહે છે. આવો જ એક વિષય છે વર્કિગ વુમનનો. કામ કરતી અને સ્વતંત્ર રહેતી પગભર છોકરી જ્યારે વહુ બની ઘરે આવે ત્યારે આજના સમયમાં પણ ઘણા પરિવારો એડજસ્ટ કરવામાં પાછા પડે છે.
આપ જૈસા કોઈનું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે ફરી ફેમિનિઝમના ડૉઝ સાથે એન્ટરટેઈનર આવી રહી છે. આર માધવનને ક્લિન શેવ્ડ અવતારમાં લવર બૉય તરીકે ઘણા સમય પછી બતાવાયો છે તો તેની સાથે ફાતિમા સનાની કેમેસ્ટ્રી ટ્રેલરમાં તો સારી દેખાઈ રહી છે.
ટ્રેલરની શરૂઆત માધવનથી થાય છે. 42 વર્ષના માધવનના લગ્ન થયા નથી અને તે સંસ્કૃતનો ટીચર છે, જે હવે 32 વર્ષની ફાતિમા સનાને જોવા જઈ રહ્યો છે. ફાતિમા પણ ટીચર છે. બન્ને મળે છે, એકબીજાને પસંદ પડે છે, પણ ફાતિમા તો પોલિટિક્સની વાતો કરે છે અને બિયર પણ પીવે છે. આ બધુ માધવનના પરિવાર માટે અજુગતું છે. માધવન ફાતિમાને કહે છે કે આપણે બધુ કરવાનું પણ લિમિટમાં, ફાતિમા કહે છે કે મારી લિમિટ નક્કી કરવાવાળો તું કોણ. બસ, આ છે સ્ટોરીનો ટ્રીગર પોઈન્ટ. હવે અહીંથી શું થાય છે તે જોવા તમારે 18 જુલાઈ સુધી આ ઓટીટી રિલિઝની રાહ જોવી પડશે.
શ્રીરેણુ ત્રિપાઠી અને મધુ બૉસના રોલમાં માધવન અને ફાતિમા એકદમ ફીટ છે. ટ્રેલર ઈન્ટરેસ્ટિંગ છે અને ફિલ્મ પણ સારી હશે તેમ માનવામાં આવે છે. વિવેક સોનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 11મી જુલાઈએ નેટફ્લિકસ પર રિલિઝ થશે.
આ પણ વાંચો…Panchayat season 4 review: ફુલેરા ગામની પંચાયતનું શરીર ખરું, પણ આત્મા ખોવાઈ ગયો