મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ટ્રેલર લોન્ચ

મુંબઈઃ 18 જુલાઈએ રિલીઝ થનારી મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નું ઓફિશિયલ ટ્રેલર મુંબઈની એક કલબમાં ફિલ્મ સ્ટાર્સ-ટીવી સ્ટાર્સ અને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં લોન્ચ થયું.
આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મનોજ જોશી, હિતેન તેજવાની, કોમલ ઠક્કર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ભાવિની જાની સહિત મોટા ભાગના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…
આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટે આ ફિલ્મના નિર્માણ દરમિયાન જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો એ વિશે વાત કરતાં આ ફિલ્મ પાર પાડવા માટે અડીખમ ઊભા રહેલા પ્રોડ્યુસર્સ રાજુ રાયસિંઘાની, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, હિત દોશી, સંજય ભટ્ટ અને આનંદ ખમારનો આભાર માન્યો હતો.
ચંદ્રેશ ભટ્ટ દિગદર્શિત આ મેગા બજેટની ફિલ્મમાં 35 કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મના ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રખ્યાત લેખક આશુ પટેલ છે.