સોશિયલ મીડિયાએ 2025માં આ 5 સામાન્ય લોકોને રાતોરાત બનાવ્યાં સુપરસ્ટાર, જુઓ લિસ્ટ…

સોશિલય મીડિયા ગમે ત્યારે ગમે તેને વાયરલ કરીને પ્રસિદ્ધિ અપાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. 2025 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આ વર્ષે સોશિયલ મીડિયાએ અનેક લોકોને રાતોરાત સેલિબ્રિટીઝ બનાવી દીધા હતા. તેમના વીડિયો વાયરલ થતાં એક જ દિવસમાં લાખો ફોલોઅર્સ અને નેશનલ ફેમ મળી છે. આ યાદીમાં અનેક સામાન્ય લોકોના નામ આવે છે. અનેક લોકોની આધ્યાત્મિક વાતો, કળા કુશળતા, અભિનયના વીડિયો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર છવાઈ ગયાં છે. ચાલો 2025ના ટોપ 5 વાયરલ ચહેરાઓ વિશે…
મહાકુંભનો આધ્યાત્મિક સ્ટાર IIT બાબા
વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચામાં કોઈ રહ્યું હોય તો તે છે, IIT બાબા, જે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં વાયરલ થયાં હતાં. IITના પૂર્વ વિદ્યાર્થી અને સંન્યાસી બનેલા આભેય સિંહના શાંત સ્વભાવ અને જીવનના ફિલસૂફીકલ વિચારોએ લાખો લોકોને પ્રભાવિત કર્યા હતાં. વૈરાગ્ય, જીવનનો હેતુ અને આધુનિક તણાવ પરના તેમના નાના વીડિયો ઇન્સ્ટાગ્રામ-યુટ્યુબ પર વાયરલ થયા. જોકે આ બાબાના કેટલાક વિવાદાસ્પદ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો…બાબા બની ગયેલા IITian અભયના પરિવારની વ્યથાઃ જુવાન દીકરો આ રીતે…
રુદ્રાક્ષ વેચનારીની સુંદર યુવતી મોનાલિસા
મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચતી ઇન્ડોરની મોનાલિસા પણ સોશિયલ મીડિયામાં ખાસ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. મોનાલિસા તેની આકર્ષક આંખોથી વાયરલ થઈ હતી. મોનાલિસાના વીડિયો આત્મવિશ્વાસ અને ભાવુક હતા એટલા માટે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી હતી. યુઝર્સે તેમની તુલના શાસ્ત્રીય કળાથી પણ કરી હતી. આ પ્રસિદ્ધિના કારણે મોનાલિસાને મોડેલિંગની ઓફરો મળી છે. એટલું જ નહીં, પરંતુ અનેક બ્રાન્ડ્સે પણ તેનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેને ઓફર પણ મળી હતી. કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે, મોનાલિસાને ફિલ્મોમાં પણ કામ મળી ગયું છે.

આ પણ વાંચો…વાયરલ ગર્લ મોનાલિસાના પિતાએ મૌન તોડ્યું: દીકરી પ્રસિદ્ધિથી વ્યવસાયને કરોડોનું નુકસાન, છતાં પણ ગૌરવ
ભાવનાત્મક ગાયકની લહેર એટલે રાજુ કલાકાર
રાજુ કલાકાર પણ સોશિયલ મીડિયામાં ખાસ કેન્દ્રમાં રહ્યો હતો. રાજુએ સાબિત કર્યું કે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પણ સારી એવી કમાણી કરી શકાય છે. આ વર્ષની શરૂઆતમાં રાજુ કલાકાર ‘તુંને દિલ પે ચલાઈ ચૂરીયા’ ગીતના કારણે વીડિયો વાયરલ થયો હતો. સહજ પણ ગહન ભાવનાત્મક ગાયકીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. થોડા જ સમયમાં રાજુ કલાકારને લાખો ફોલોઅર્સ મળી ગયા હતા. રાજુ કલાકારને વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. અત્યારે પણ તેને અનેક મીડિયા હાઉસમાંથી ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ મળી રહ્યાં છે.

બિસ્કિટ મીમથી વાયરલ થયેલ શાદાબ જકાતી
‘10 રૂપિયાનો બિસ્કિટ પેકેટ કેટલાનો છે જી!’ આ મીમે 2025માં દરેક રીલ પર છવાઈ ગઈ હતી. આ મીમના કારણે શાદાબ જકાતીને વિશ્વભરથી સપોર્ટ મળ્યો અને રૂપિયા પણ મળ્યાં હતાં. રેપર બાદશાહ સાથે પણ તેણે રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. અત્યારે શાદાબ જકાતીને સોશિયલ મીડિયામાં 57 મિલિયન વ્યૂઝ અને લાખો લાઇક્સ મળ્યા મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ લાખો લોકો તેનો ફોલો પણ કરી રહ્યાં છે.

Krrish કા ગાનાથી વાયરલ થયો પીંટુ
2006 Krrish ફિલ્મ આવી હતી. આ ફિલ્માં ‘દિલ ના દીયા’ ગીત હતું, જે 2006માં તો વાયરલ થયું જ હતું, પરંતુ હવે 2025ના અંતમાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ‘કિરિસ કા ગાન સુનેગા’ કહેતો જમશેદપુરનો કચરો વિણતો છોકરો પીંટુ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તેના વીડિયો અને સ્ટાઇલે લોકોને આકર્ષિત કર્યાં છે. વાયરલ થતાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા, તેનું જીવન બદલાઈ ગયું હતું. વાસ્તવમાં સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જે કોઈ પણ વ્યક્તિનું નસીબ રાતોરાતો બદલી શકે છે.



