આ વર્ષે દિગ્ગજ કલાકાર રહ્યા ફ્લોપ પણ નવોદિત કલાકારોની ફિલ્મો રહી સુપરહિટ, જાણો 5 ફિલ્મ?

મુંબઈ: વર્ષ 2025 ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક નવો યુગ લઈને આવ્યું છે, જ્યાં નાના બજેટની ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે વાર્તાની શક્તિ સૌથી મોટી સ્ટાર છે. આ વર્ષે સની દેઓલ, અક્ષય કુમાર, અજિત, અને સલમાન ખાન જેવા દિગ્ગજ કલાકારોની મોટા બજેટની ફિલ્મો નિષ્ફળ રહી છે. ત્યારે નવોદિત કલાકારો સાથે સાવ નાના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ સાબિત થઈ છે.
જુલાઈ 2025માં રિલીઝ થયેલી ‘સૈયારા’ અને ‘મહાવતાર નરસિંહ’ જેવી ફિલ્મોએ દર્શકોના દિલ જીતીને બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. આ બે ફિલ્મો સહિત કુલ પાંચ ફિલ્મો એવી છે, જેણે અપેક્ષા કરતાં વધુ સફળતા મેળવી છે. જે પૈકી કેટલીક ફિલ્મોમાં નવા કલાકારો હતા, જ્યારે એક ફિલ્મમાં તો કોઈ પણ જાણીતા કલાકારનો સમાવેશ થયો નહોતો.
‘મહાવતાર નરસિંહ’:

આ વર્ષની સૌથી આશ્ચર્યજનક સફળતાઓમાંની એક આ ફિલ્મ હતી. કોઇમોઇ (Koimoi) અનુસાર, આ ફિલ્મનું બજેટ માત્ર રૂ. 15 કરોડ હતું અને તેમાં કોઈ વાસ્તવિક કલાકાર નહોતા. આ ફિલ્મે ભારતમાં રૂ. 115 કરોડ અને વિશ્વભરમાં રૂ. 141 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. 25 નવેમ્બર 2024ના રોજ આ ફિલ્મનું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફિલ્મને 25 જુલાઈ 2025ના રોજ 3ડી અને 2ડી ક્વોલિટીમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને તમામ વયના દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
‘ડ્રેગન’:

આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થઈ હતી. પ્રદીપ રંગનાથનની આ તમિલ ફિલ્મ માત્ર રૂ. 20 કરોડના બજેટમાં બની હતી અને તેણે રૂ. 120 કરોડની કમાણી કરીને વર્ષની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું.
‘સૂ ફ્રોમ સો’:

આ ફિલ્મ 25 જુલાઈ 2025ના રોજ રિલીઝ થઈ હતી. આ કન્નડ કોમેડી ડ્રામાએ રેકોર્ડબ્રેક કમાણી કરી. માત્ર રૂ. 4 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ. 50 કરોડથી વધુની કમાણી કરીને વર્ષની સૌથી મોટી કન્નડ હિટ બની.
Dragon

25 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ શ્રીલંકાના તમિલ પરિવારની વાર્તા દર્શાવે છે જે આર્થિક સંકટથી બચવા માટે ભારત આવે છે. આ વાર્તા દર્શકોના દિલને સ્પર્શી ગઈ, અને રૂ.5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મેરૂ. 70 કરોડની જબરજસ્ત કમાણી કરી. આ ફિલ્મને તમે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો.
‘સૈયારા’:

મોહિત સૂરી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે બે નવા કલાકારો, અહાન પાંડે અને અનિત પડ્ડાને દર્શકો સમક્ષ રજૂ કર્યા. 25 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ બે દિવસમાં જ 20 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. માત્ર રૂ. 60 કરોડના બજેટમાં બનેલી આ હૃદયસ્પર્શી લવસ્ટોરીએ ભારતમાં રૂ. 307 કરોડ અને વૈશ્વિક સ્તરે રૂ. 508 કરોડની કમાણી કરી છે.