હું તેમની નાજાયઝ દીકરીઃ ટ્વિન્કલના ખુલાસાથી ખળભળાટ, જાણો સમગ્ર મામલો શું છે?
મનોરંજન

હું તેમની નાજાયઝ દીકરીઃ ટ્વિન્કલના ખુલાસાથી ખળભળાટ, જાણો સમગ્ર મામલો શું છે?

મુંબઈઃ ટ્વિન્કલ ખન્ના શબ્દો ચોર્યા વિના વાત કરવા માટે પ્રખ્યાત છે. વાદવિવાદની પરવા કર્યા વિના તેને જે કહેવું હોય તે કહી દે છે. તેની હાજરજવાબી પણ જોરદાર છે. તેનો એક મજેદાર કિસ્સો તેના નવા ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યો હતો.

આ ખાસ એપિસોડમાં આલિયા ભટ્ટ અને વરુણ ધવન મહેમાન હતા અને જ્યારે ચારેય કલાકારો એક જ સેટ પર ભેગા થાય, ત્યારે હળવી કોમેડી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આટલી બધી મજાક-મસ્તી વચ્ચે ટવિન્કલે એક એવી ઘટના શેર કરી હતી, જેણે પહેલા બધાને ચોંકાવી દીધા અને પછી બધા હસવા લાગ્યા.

શો દરમિયાન ટ્વિન્કલે એક જૂની ઘટના યાદ કરી અને જણાવ્યું હતું કે કેવી રીતે ઋષિ કપૂરની જન્મદિવસની શુભેચ્છાઓએ તેને ‘કપૂર પરિવારની ગેરકાયદે સંતાન’ બનાવી દીધી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછું સોશિયલ મીડિયાની દુનિયા એવું વિચારતી હોય તેવું લાગે છે.

ટવિન્કલે હસતાં હસતાં કહ્યું હતું કે આલિયાના સસરાને કારણે, હું લગભગ કપૂર બની ગઈ હતી.’ તેમણે (ઋષિ કપૂરે) એક વાર મારા જન્મદિવસ પર ટ્વિટ કર્યું હતું, “અરે, તને ખબર છે… જ્યારે તું ગર્ભમાં હતી ત્યારે મેં તારી મમ્મી માટે એક ગીત ગાયું હતું. અને બસ પછી શું કહેવું! બધાને લાગતું હતું કે હું તેની નાજાયઝ પુત્રી છું!

ટ્વિંકલના નિવેદનથી સેટ પર બધા હસવા લાગ્યા, પરંતુ તેણે આગળ કહ્યું કે તે ટ્વીટને કારણે મામલો એટલો વધી ગયો હતો કે ઋષિ કપૂરે પોતે સ્પષ્ટતા આપવી પડી. તેમણે પાછળથી ટ્વીટ કર્યું, “જન્મદિવસની શુભકામનાઓ. 1973માં જ્યારે મેં ‘બોબી’માં તેમના માટે ગાયું હતું ત્યારે તું તારી માતા (ડિમ્પલ કાપડિયા)ના ગર્ભમાં હતી., પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર મજાક કરતાં કહેવાતા ખુલાસાઓની વધુ વાર્તાઓ ફેલાઈ ગઈ હતી.

જ્યારે ટ્વિંકલ આ વાત કહી રહી હતી, ત્યારે કાજોલે મજાકમાં આલિયા તરફ ઈશારો કર્યો અને કહ્યું કે તેના ચહેરાના હાવભાવ થોડા વિચિત્ર થઈ ગયા છે. ટ્વિંકલે તરત જ વાત પકડી લીધી અને આલિયા તરફ જોઈને સ્મિત સાથે કહ્યું, “હું તારી નણંદ નથી, તે ફક્ત એક ભૂલ હતી.” આ સાંભળીને, સેટ પર હાસ્ય ગુંજી ઉઠ્યું. વરુણ ધવન પણ પાછળ ક્યાં રહેવાનો હતો?, તેમણે મજાકમાં કહ્યું, ‘આલિયા વિચારી રહી છે કે હવે કેવી પ્રતિક્રિયા આપવી!’

ટ્વિંકલ અને કાજોલનો ટોક શો મનોરંજનનો ઉત્તમ ડોઝ સાબિત થઈ રહ્યો છે. તેમની કેમિસ્ટ્રી, મહેમાનો સાથેની તેમની નિખાલસ વાતચીત આ શોને બાકીના શોથી અલગ પાડે છે.

આ પણ વાંચો…આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button