…તો Shahrukh Khan નહીં આ હોલીવૂડ એક્ટર હોત DDLJ નો રાજ!
બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને કિંગ ઓફ રોમેન્સ શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ફેનફોલોઈંગ ખૂબ જ તગડી છે અને એના ફિલ્મોના ચાહકો પણ એટલા જ છે. વાત કરીએ કિંગ ખાનની સૌથી વધુ વખણાયેલી, સુપરહિટ ફિલ્મોની તો તેમાં સૌથી પહેલાં નામ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)નું. 19મી ઓક્ટોબર, 1995ના રિલીઝ થયેલી આ ફિલ્મમાં દર્શકોને કાજોલ અને શાહરૂખ ખાનની જોડી ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ માટે શાહરૂખ ખાન પહેલી પસંદ નહોતો? તો પછી કોણ હતું આ રોલ માટે પહેલી પસંદ? ચાલો જાણીએ-
આ પણ વાંચો : Mukesh Ambaniના પાઈલટને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગે એ દરેક વર્ગના દર્શકોની ખૂબ જ પસંદગીની ફિલ્મ છે અને સિલ્વર સ્ક્રીન પર એનો જલવો દરેક લોકોએ જોયો છે. ફિલ્મના નિર્માતા યશ ચોપ્રા હતા, જેમાં શાહરૂખ, કાજોલ સિવાય અનુપમ ખેર, અમરીશ પૂરી જેવા અનેક મહત્ત્વના સ્ટાર્સ હતા. ફિલ્મમાં રાજના રોલ માટે આદિત્ય ચોપ્રા પહેલાં સૈફ અલી ખાન કે હોલીવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને સ્ટારકાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ વાત આગળ નહીં વધી અને આખરે શાહરૂખ ખાનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ચોપ્રા ઈચ્છતા હતા કે આ ફિલ્મ ઈન્ડો-અમેરિકન પ્રોજેક્ટની જેમ હોય. આ માટે જ તેઓ ટોમ ક્રૂઝને ફિલ્મનો હિસ્સો બનાવવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે ફિલ્મની સ્ટોરી કંઈક એવી હોય તે જેમાં વિદેશી યુવક પોતાના પ્રેમને પામવા માટે પંજાબ પહોંચી જાય છે. પરંતુ ટોમ ક્રૂઝની ફી એટલી બધી વધારે છે કે તેને પોતાનું મન બદલવું પડ્યું.
આ પણ વાંચો : વાહ યશરાજ ફિલ્મ્સની દરિયાદિલીઃ પોતાનો રેકોર્ડ તોડનારને જ આપી શાબાશી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટોમ ક્રૂઝે ફિલ્મ માટે આશકે 8 મિલિયન ડોલરની ફી માંગી હતી, જે શાહરૂખની ફી કરતાં અઢી ગણી વધારે હતી. આ ફિલ્મ એ સમયે ફિલ્મના 28 કરોડના બજેટનો આશરે 90 ટકા હતો. ટોમ ક્રૂઝની ફી સાંભળ્યા બાદ યશ ચોપ્રાએ ફિલ્મની સ્ટોરી ફરીથી લખાવી હતી અને આખરે શાહરૂખ ખાન અને કાજોલને કાસ્ટ કરવામાં આવ્યા હતા.