TMKOCના Roshansingh Sodhiના પિતાએ કહ્યું થોડો ટેન્શનમાં તો હતો પણ…

ટીવીના સૌથી લોકપ્રિય ટીવી શો Tarak Mehta Ka Ooltaah Chasmaahમાં રોશન સિંહ સોઢીનો રોલ કરીને દર્શકોના દિલ પર રાજ કરનાર Actor Gurucharan Singh છેલ્લાં 21 દિવસથી લાપતા છે. 22મી એપ્રિલના લાપતા થયેલાં Gurucharanનો જન્મ 12મી મે, 1973ના દિલ્હીમાં થયો હતો. આજે સોઢીનો 51મો જન્મદિવસ છે. ફેન્સ પણ પોતાના મનગમતા એક્ટરના આ રીતે ગુમ થઈ જવાને કારણે દુઃખી થઈ ગયા છે. સોઢીના જન્મદિવસે પિતા હરજિત સિંહે એકટર સાથે થયેલી વાતચીતને યાદ કરીને કહ્યું હતું તે થોડો ચિંતિત લાગી રહ્યો હતો.
ગુરુચરણની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં સારું એવું યોગદાન આપ્યું છે અને તેણે ખૂબ જ નાની ઉંમરથી મોડેલિંગ અને એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય અનેક હિંદી ફિલ્મોમાં નાના મોટા રોલ પણ કર્યા હતા. લાંબા સમય સુધી તેણે Tarak Mehta Ka Ooltaah Chashmahમાં રોશનસિંહ સોઢીનો રોલ કર્યો હતો. અચાનક આ રીતે તેનું ગૂમ થઈ જવું એ પરિવાર તેમ જ ફેન્સ માટે ચિંતાનું કારણ બની ગયું છે.
આજે ગુરુચરણ સિંહના જન્મદિવસે તેના પિતાએ જણાવ્યું હતું કે મને આશા છે કે મારો દીકરો ઘરે પાછો ફરશે. મારા જન્મદિવસે એટલે કે 21મી એપ્રિલના તે અહીંયા જ મારી સાથે હતો અને બીજા દિવસે 22મી એપ્રિલના તે મુંબઈ જવાનો હતો. તેણે છેલ્લી વખત મારી સાથે કરતાં કહ્યું હતું કે હું 1-2 દિવસમાં પાછો આવી જઈએ. એના પછી શું થયું એની અમને ખબર નથી. કંઈ જ સમાચાર નથી મળી રહ્યા.
આ ઉપરાંત ગુરુચરણના પિતાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તે થોડો ટેન્શનમાં લાગતો હતો પણ તેણે ક્યારેય અમને એના વિશે કંઈ જ કહ્યું નથી. મેં એને પૂછ્યું પણ હતું કે કંઈ હોય તો મને જણાવ. કોઈ પણ સમસ્યા હોય એ માતા-પિતાથી ના છુપાવવી જોઈએ. દુનિયામાં કદાચ બધા તારો સાથ છોડી દેશે, પણ તારા માતા-પિતા હંમેશા તારી સાથે રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુચરણ સિંહના પિતાએ તેના ગુમ થયાના ચાર દિવસ બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસને તપાસમાં એક્ટર દિલ્હીમાં જ એક ઓટોમાંથી બીજી ઓટોમાં જતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં બેન્ક એકાઉન્ટ સંબંધિત પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગુરુચરણ સિંહ સહીસલામત પોતાના ઘરે પાછા ફરે એવી એમના જન્મદિવસે શુભકામના કરીએ…