હું ઘણો જ ઇમોશનલ છું, પણ લોકો…. આ શું બોલી ગયા TMKOC ના રોશન સોઢી…
નવી દિલ્હીઃ TMKOCમાં રોશન સોઢીનું પાત્ર ભજવી અપાર લોકચાહના મેળવનાર ગુરુચરણ સિંહ છેલ્લા પાંચ વર્ષથી ટેલિવિઝનથી દૂર હતા. હવે તેઓ ફરીથી પોતાના પુનરાગમન માટે તૈયાર છે.
Also read : બાપ રે! શું થયું? આર્યન ખાન પર કેમ ભડક્યો શાહરૂખ ખાન!
2008 થી 2020 સુધી એટલે કે લગભગ 12 વર્ષ સુધી અભિનેતા ગુરૂચરણ સિંહે TMKOC સિરિયલમાં લોકોનું મનોરંજન કર્યું હતું. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ખૂબ બીમાર હતા. હાલમાં એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલમાં સ્વસ્થ છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેઓ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.
વાતચીત દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે હંમેશા કોઈપણ કામ પ્રમાણિક્તાથી કર્યું છે, પરંતુ ઘણીવાર તેમના સંબંધી અફવાઓ ફેલાય છે જેનાથી તેઓ ઘણા પરેશાન થઈ જાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ઘણા ઈમોશનલ છે અને લોકો તેમનો ઘણો ફાયદો ઉઠાવે છે.
સોઢીએ જણાવ્યું હતું કે, વચ્ચે ક્યાંક એવા સમાચાર આવ્યા હતા કે હું તારક મહેતાના સેટ પર ઘણો જ અનપ્રોફેશનલ હતો. આ વાંચીને પણ મને ઘણો ગુસ્સો આવ્યો. મેં મારા જીવનના 13થી 14 વર્ષ આ સીરીયલને આપ્યા છે અને મારો રોલ સંપૂર્ણ ખંત અને નિષ્ઠાથી નિભાવ્યો છે. એવા સમયે લોકો સત્ય જાણ્યા વિના કંઈ પણ લખી કાઢે ત્યારે મને ઘણી પરેશાની થાય છે, પરંતુ એ સમયે આધ્યાત્મિકતા એ મને ઘણી મદદ કરી.
મેં શાંતિથી આ સમાચારને ફરી વાંચ્યા. તે સમયે આસિતસર બહારગામ હતા, તેથી મેં TMKOCના ક્રિએટિવ હેડ સોહેલને ફોન કરીને પૂછ્યું કે શું હું સેટ પર ખરેખર પ્રોફેશનલ હતો તો તેમણે મને ના કહી. ત્યારબાદ અમે લાઈવ આવવાનું નક્કી કર્યું. સોહેલ લાઈવ આવવા માટે સંમત થયો અને અમે સત્ય વાત લોકો સમક્ષ રજૂ કરી અને આ અફવા ત્યાં જ પૂરી થઈ ગઈ. મારા માટે મારું કામ જ મારી પૂજા છે. લોકો ખોટી અફવા ફેલાવીને મારી પર ખોટો આરોપ લગાવે છે ત્યારે મને ઘણું જ દુઃખ થાય છે.
Also read : બોલિવૂડના આ કિસના કિસ્સાઓથી મચી હતી ધમાલ
હવે તેઓ TMKOCમાં કમ બેક કરવા માટે તૈયાર છે. તેમની નવી ઇનિંગ પણ તેમની અગાઉની ઇનિંગ કરતા વધુ ઝમકદાર રહે તેવી શુભેચ્છા..