તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછો ફરશે આ જાણીતો કલાકાર? ફેન્સમાં ખુશીની લહેર…

ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરી રહી છે અને નાનાથી મોટા સૌનો મનગમતો શો બની ગયો છે. આ શોને લઈને નાનામાં નાની કે મોટામાં મોટી અપડેટ્સ જાણવા માટે ફેન્સ આતુર હોય છે. આવી જ એક મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ શો સાથે સંકળાયેલો એક જૂનો જાણીતો ચહેરો શોમાં પાછો ફરી રહ્યો છે. જોકે, આ બાબતે મેકર્સ દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ ફેન્સ તો ફેન્સ છે તેમને કોણ રોકી શક્યું છે? ચાલો જોઈએ કોણ છે આ કલાકાર અને શું છે આખી સ્ટોરી…
તારક મહેતામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા જાણીતા કલાકાર ગુરુચરણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યા છે કે આજે હું ઘણા સમય બાદ તમારી સામે આવ્યો છું, બાબાજીએ મારી, મારા પરિવાર અને તમારા બધાની પ્રાર્થના સાંભળી છે. મારી પાસે તમારા સાથે શેર કરવા માટે સારા સમાચાર છે અને હું ટૂંક સમયમાં જ આ સમાચાર તમારી સાથે શેર કરીશ. મારા માટે પ્રાર્થના કરવા માટે તમારો આભાર. હું તમારો પ્રેમ અને લાગણી ક્યારે નહીં ભૂલીશ…
આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ગુરુચરણ સિંહ કયા સારા સમાચાર વિશે વાત કરી રહ્યા છે એની કોઈ સ્પષ્ટતા તો નથી કરી. ફેન્સ એવી આશા રાખી રહ્યા છે કે તેઓ કદાચ ટૂંક સમયમાં જ લોકપ્રિય ટીવી સિરીયલ તારત મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી શકે છે. ફેન્સ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
વાઈરલ વીડિયો પર એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરી રહ્યા છો? અમારા માટે આનાથી વધારે કોઈ સારા સમાચાર બીજા હોઈ જ ના શકે. બીજા એક યુઝરે લખ્યું કે તારક મહેતામાં પાછા ફરો, તમારા વગર મજા નથી આવી રહી.
આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? પ્રોડ્યુસરે કહ્યું ટૂંક સમયમાં જ…
જોકે, ટીવી સિરીયલના મેકર્સ દ્વારા આ બાબતે કોઈ જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુચરણ સિંહ પહેલાં તારક મહેતા કા ટીવી સિરીયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા હતા. ત્યાર બાદ તેમણે અચાનક જ આ શો છોડી દીધો હતો.
થોડાક સમય પહેલાં જ દિવસો સુધી ગુરુચરણ સિંહ ગાયબ થઈ ગયા હતા અને ત્યાર બાદ અચાનક ઘરે પાછા ફર્યા હતા. પાછા ફર્યા બાદ કલાકારે આર્થિક મુશ્કેલીઓ અને કામના અભાવ વિશે વાત કરી હતી. જોઈએ હવે આટલા સમય બાદ ગુરુચરણ સિંહના જીવનમાં કઈ ખુશીઓ આવી રહી છે અને તે ફેન્સ સાથે કયા સારા સમાચાર શેર કરશે એ…