TMKOCનો આ કલાકાર કરશે Bigg Boss OTT-3માં એન્ટ્રી?

ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ooltah Chasmah-TMKOC) દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી દર્શકોના દિલ પર રાજ કરે છે. શોની સ્ટાર કાસ્ટ જ્યાં જ્યાં જાય ત્યાં તેમને આ શોના ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ અને હૂંફ મળે છે. હવે સામે આવી રહેલી માહિતી પ્રમાણે આ જ શોમાં કામ કરી ચૂકેલો એક સેલિબ્રિટી બિગ બોસ ઓટીટી-3 (Bigg Boss OTT-3)માં એન્ટ્રી લેશે. જોકે, આ મામલે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી નથી મળી રહી પણ શોના મેકર્સ અને સ્ટાર વચ્ચે આ બાબતે વાત-ચીત ચાલી રહી છે. આવો જોઈએ કોણ છે આ સેલિબ્રિટી…
ઈન્ડસ્ટ્રીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર TMKOCમાં જેઠાલાલ ગડાના પુત્ર ટપ્પુનો રોલ કરનાર ભવ્ય ગાંધી (Bhavya Gandhi) બિગ બોસ ઓટીટી-3માં ભાગ લઈ શકે છે. લાંબા સમયથી ભવ્ય નાના પડદા પરથી ગાયબ છે. રિપોર્ટ્સની વાત માનીએ તો ભવ્ય ગાંધી ટૂંક સમયમાં જ નાના પડદા પર કમબેક કરી શકે છે.
આ પણ વાંચો : Salman Khanને રિપ્લેસ કરશે આ કપૂર?
રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભવ્ય ગાંધી ટૂંક સમયમાં જ બિગ બોસ ઓટીટી-3માં જોવા મળી શકે છે. શોના મેકર્સે ભવ્યનો આ માટે કોન્ટેક્ટ કર્યો છે અને તેમની વચ્ચે વાત-ચીત ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટીની આ સિઝન સલમાન ખાન હોસ્ટ (Salman Khan Will Not Host Bigg Boss OTT-3) નહીં કરે અને એની જગ્યાએ હોસ્ટ તરીકે બોલીવૂડ એક્ટર અનિલ કપૂર (Bollywood Actor Anil Kapoor) જોવા મળશે.
ભવ્ય ગાંધીને આસિત મોદીના કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Asit Modi’s Show Tarak Mehta ka Ooltah Chasmah)થી ઘર-ઘરમાં ઓળખ મળી હતી, પણ બાદમાં તેણે અંગત કારણોસર શો છોડી દીધો હતો. TMKOC બાદ ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો.