મહુઆ મોઈત્રાનો 'ક્રશ' છે આ બોલીવુડ એક્ટર, મહુઆએ લેટર લખેલો પણ જવાબ ના આપ્યો | મુંબઈ સમાચાર

મહુઆ મોઈત્રાનો ‘ક્રશ’ છે આ બોલીવુડ એક્ટર, મહુઆએ લેટર લખેલો પણ જવાબ ના આપ્યો

મુંબઈ: બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોના દિલ જીત્યા છે, પરંતુ હવે તેમની ડાયહાર્ટ ફેન લીસ્ટમાં એક રાજકારણીનું નામ પણ સામેલ થયું છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ પંકજ ત્રિપાઠીના ચાહક છે. આટલુ જ નહીં પણ પંકજ ત્રિપાઠી પર મહુઆ મોઇત્રાને ક્રશ પણ છે.

મીડિયાના પોડકાસ્ટમાં મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે તેમને બોલીવૂડ ફિલ્મોનો ખૂબ શોખ છે, અને ખાસ કરીને પંકજ ત્રિપાઠીનો અભિનય તેને ખૂબ જ ગમે છે. તેણે પંકજને પોતાનો ‘ક્રશ’ ગણાવતા કહ્યું કે તેની ઓન-સ્ક્રીન હાજરી અદભૂત છે. મહુઆએ કહ્યું, “મેં ‘મુન્ના ભાઈ’ અને ‘વિક્કી ડોનર’ જેવી ફિલ્મો પણ ખૂબ ગમે છે. પરંતુ પંકજ ત્રિપાઠી મને સૌથી વધુ ગમે છે. મેં ‘મિર્ઝાપુર’ વેબ સિરીઝ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ જોઈ છે, અને તેમના નકારાત્મક પાત્રો મને ખૂબ ગમ્યા.”

આ પણ વાંચો: કોલકત્તા ગેંગરેપ કેસમાં TMCના નેતાઓએ કર્યો બફાટ, મહુઆ મોઈત્રાએ લીધા આડે હાથ

મહુઆએ જણાવ્યું કે તેણે પંકજ ત્રિપાઠીને મળવા અને તેની સાથે વાત કરવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ તેઓ સફળ થઈ શકી નથી. તેણે અભિનેતા-રાજકારણી રવિ કિશનની મદદ લીધી અને તેમની સાથે પંકજનો સંપર્ક કરાવવાની વિનંતી પણ કરી હતી. રવિ કિશને ફોન કર્યો, પરંતુ મહુઆ શરમના કારણે પંકજ સાથે વાત ન કરી શકી. મહુઆએ હસતાં-હસતાં કહ્યું કે તેણે પંકજને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેને કોફી પર મળવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ પંકજ અલીબાગમાં રહે છે અને ઓછા લોકોને મળે છે.

પંકજ ત્રિપાઠીએ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘મિર્ઝાપુર’ અને ‘સ્ત્રી’ જેવા પ્રોજેક્ટ્સથી બોલીવૂડમાં ફેમસ થયા છે. તાજેતરમાં તેઓ અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત ‘મેટ્રો ઇન દિનો’માં જોવા મળ્યા, જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તેને ખાસ સફળતા મળી નહીં. પંકજ પરિણીત છે અને તેમને એક પુત્રી છે. તેનો સાદગીભર્યો સ્વભાવ અને શાનદાર અભિનય તેમને ચાહકોમાં લોકપ્રિય બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button