મૃત્યુ અને ધરપકડના ખોટા સમચારથી કંટાળીને વિનિતા સિંહે કરી આવી પોસ્ટ પણ…

મુંબઈ: રિયાલિટી ટીવી શો ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 3’ની વિનિતા સિંહના મૃત્યુ અને ધરપકડના અનેક સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જોકે આ દરેક બાબતો માત્ર અફવા જ છે, એવું કહી વિનિતા સિંહે પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા છતાં વિનિતા સિંહના મૃત્યુ અને ધરપકડના સમાચાર અંગે અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે. આ અંગે હવે વિનિતા સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી માહિતી આપી હતી.
વિનિતા સિંહે X પર પોસ્ટ કરીને ખોટી અફવા બાબતે ચિંતા વ્યક્ત કરી અને લોકો પાસેથી આ અંગે સૂચનો પણ માગ્યા હતો. વિનિતા સિંહે X પર તસવીરો શેર કરીને લખ્યું હતું કે તે પીઆરની બાબતથી હેરાન થઈ ગઈ છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી મારા મૃત્યુ અને ધરપકડના ખોટા સમાચાર આવી રહ્યા છે. શરૂઆતમાં મેં આ વાતોને અવગણી અને તે બાદ ફેસબુક અને સોશિયલ મુંબઈ સાઇબર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પણ તેમના તરફથી પણ કોઈ મદદ નથી મળી.
સૌથી ખરાબ વાત ત્યારે થઈ જ્યારે લોકો મારી મમ્મીને આ અફવા માટે ફોન કરે છે. ‘છેલ્લા પાંચ અઠવાડિયાથી, હું મારા મૃત્યુ અને ધરપકડના સમાચાર માટે પેઇડ પીઆર સાથે ડીલ કરી રહી છું. મેં આ બાબતે મેટામાં ઘણી વખત ફરિયાદ કરી. મુંબઈ સાયબર સેલ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી પરંતુ આ મારા વિશે આવી બાબતો બંધ નહીં થઈ. લોકો આ ખોટી અફવા અંગે ગભરાઈને મારી મમ્મીને ફોન કરે છે. નીચે કેટલીક પોસ્ટ્સ મૂકી છે, શું તમારી પાસે કોઈ સજેશન છે?, એવું વિનિતાએ લખ્યું હતું.
વિનિતાએ આ ટ્વીટ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું હતું. તેણે લખ્યું, ‘ટ્રોલ્સ સાથે ડીલ કરવી અલગ વાત છે પરંતુ આ નવા એકાઉન્ટ્સ સાથે નવી વસ્તુઓ બની રહે છે. જો તમારી પાસે કોઈ સજેશન હોય , તો તે ખૂબ મદદરૂપ બનશે. વિનિતાની આ પોસ્ટ પર એક યુઝરે કહ્યું હતું કે ‘મેં સોશિયલ મીડિયા પર કેટલીક આવી પોસ્ટ જોઈ હતી, જેમાં લખ્યું હતું કે વિનીતા બેન્ક કરપ્ટ થઈ ગઈ છે.
મને આશ્ચર્ય થયો અને પછી સમજાયું કે તે ફેસબુક પોસ્ટ ખોટી હતી. પછી વિનીતાએ લખ્યું કે ફેસબુક પર આવા પોસ્ટની આખી સીરિઝ ચાલી રહી છે. આ ખૂબ જ ભયાવહ બાબત છે, આશા છે કે આ બધી બાબતો જલ્દી સારી થઈ જશે. કેટલાકે લોકોએ આ અંગે કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે.