ફ્લોપ ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવશે ટાઈગરઃ Baaghi 4નું કલેક્શન જોઈ તો આવું જ લાગે છે

બાગી-1 રિલિઝ થઈ ત્યારે ઘણાએ ટાઈગર શ્રોફને એક પ્રોમિસિંગ એક્ટર ગણાવ્યો હતો. ટાઈગર શ્રોફ દેખાવ, એક્ટિંગ અને ડાન્સિંગ બધામાં પરફેક્ટ લાગતા બોલીવૂડનો એક સ્ટારકિડ પણ પિતાની જેમ આગળ આવશે તેવું ભવિષ્ય ભાખનારને હવે લાગી રહ્યું છે કે ટાઈગર શ્રોફ ફ્લોપ ફિલ્મો આપવાનો કોઈ રેકોર્ડ બનાવશે.
ટાઈગરની ફિલ્મ બાગીનું કલેક્શન જોયા પછી તો આપણને નહીં ટાઈગરને પણ લાગી રહ્યું છે કે ફિલ્મ ખાસ કંઈ ઉકાળશે નહીં.. આથી તેણે પોતે જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી દીધી છે, પરંતુ તે પહેલા આપણે બાગી 4નું કલેક્શન જોઈ લઈએ.
Baaghi 4નું ઑપનિંગ ઠીકઠાક થયું હતું. ટાઈગર અને સંજય દત્તની ફિલ્મે રૂ. 17 કરોડની કમાણી કરી હતી, પરંતુ ફિલ્મનો રિવ્યુ ખાસ કોઈ પોઝિટિવ ન હતો. રણબીર કપૂરની ફિલ્મની જેમ માત્ર હિંસા અને ખુખરાબાથી લથબથ ફિલ્મ પાસે કોઈ પ્લોટ જ ન હતો. આથી ફિલ્મ દરેક પાસામાં નબળી ગઈ. ત્યારબાદ શનિવારે એકદમ તળિયે બેસી ગઈ અને માત્ર રૂ. 9 કરોડનું કલેક્શન ભારતમાં થયું છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 28.50 કરોડ છે, જે ઘણું જ ઓછું છે.
ટાઈગરની વાત કરીએ તો અગાઉ આવેલી ગણપત પણ ફ્લોપ ગઈ હતી. બડે મિયાં છોટે મિયાં, સ્ક્રૂ ઢીલા જેવી ફિલ્મો ક્યારે આવી ક્યારે ગઈ તે ખબર જ ન પડી. રીતિક સાથેની વૉર ફિલ્મે સારો વકરો કર્યો હતો, પરંતુ ક્રેડિટ બધો રીતિક અને દીપિકા લઈ ગયા. વૉર-2માં શ્રોફને હટાવી જૂનિયર એનટીઆરને લેવામાં આવ્યો. જોકે વૉર-2 પણ અપેક્ષા કરતા ઓછું જ કમાઈ છે.
ટાઈગરે સ્ક્રિપ્ટ વાંચી ફિલ્મ સાઈન કરવાની જરૂર છે તેવું એક્પર્ટ્સ કહી રહ્યા છે. હવે ટાઈગર પાસે તો જેકી શ્રોફ જેવા વેલ એક્સપિરિયન્સ્ડ ફાધર પણ છે. તે કમ સે કમ તેની સલાહ તો લઈ જ શકે.
આ પણ વાંચો…Baaghi 4 Movie Teaser review: આવી વાયોલન્ટ ફિલ્મને સેન્સર બોર્ડે રિલિઝ થવા દેવી જોઈએ?