ફૂલ એક્શન મોડમાં છે ટાઇગર-3ની ઝોયા, સલમાને શેર કર્યો કેટરીનાનો ફર્સ્ટ લુક
બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર-3ની સૌકોઇ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હજુસુધી મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ નથી કર્યું. ત્યારે આજે સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરિનાનો લુક શેર કર્યો છે. ઝોયાના પાત્રમાં કેટરિનાનો લુક એકદમ સ્ટનિંગ લાગી રહ્યો છે.
ટાઇગર-3નું ટ્રેલર 16 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે અને ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે તેવું મેકર્સ જણાવી રહ્યા છે. કેટરિનાના લુકની વાત કરીએ તો, તે એક હાથમાં બંદૂક પકડીને ગોળીઓ ચલાવતી જોવા મળે છે. તેણે બીજા હાથથી દોરડું પકડી રાખ્યું છે. કેટરીનાનો આ લુક લાજવાબ છે.
આ ફિલ્મનું નિર્માણ યશરાજ ફિલ્મ્સ હેઠળ થઇ રહ્યું છે અને ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સની આ પાંચમી ફિલ્મ છે. એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર અને પઠાણ પછી હવે ટાઈગર-3 આવી રહ્યું છે.
આ ફિલ્મમાં સલમાન અને કેટરીના સિવાય ઈમરાન હાશ્મી ટાઈગર-3માં નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મમાંથી ઈમરાનનો લુક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ઇમરાન હાશમીના લુકનું મેકર્સે સસ્પેન્સ જાળવી રાખ્યું છે.