આ ટીવી એક્ટ્રેસ આપશે જુડવા બાળકોને જન્મ, આવું હતું પતિનું રિએક્શન…
ટીવીની સંસ્કારી બહુ તરીકે લાખો લોકોના દિલ પર રાજ કરી રહેલી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક ગર્ભવતી છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. રૂબિનાને હાલ નવમો મહિનો ચાલી રહ્યો છે અને તે પોતાના આ પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ જ એન્જોય કરી રહી છે. હવે રૂબિનાની ગર્ભાવસ્થાને લઈને જ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, આવો જોઈએ શું છે આ માહિતી-
રૂબિનાએ હવે તેની યુટ્યૂબ ચેનલ પર એક નવો શો શરૂ કર્યો છે જેનું નામ છે કિસીને બતાયા નહીં. આ શોમાં રૂબિના એની ગર્ભાવસ્થાને લાગતી વાતો શેર કરતી જોવા મળશે. આ શોનો પહેલો એપિસોડ રિલીઝ કરીને રૂબિનાએ એક એવા સમાચાર શેર કર્યા છે કે જે સાંભળીને એના ફેન્સ ખુશીથી ઉછળી પડશે.
શોના માધ્યમથી રૂબિનાએ એવી એનાઉન્સમેન્ટ કરી છે કે તે જુડવા બાળકોને જન્મ આપવા જઈ રહી છે. એટલું જ નહીં એની સાથે સાથે જ રૂબિનાએ આ વાત સાંભળીને પતિનું શું રિએક્શન હતું એના વિશે પણ ખુલાસો કર્યો હતો.
રૂબિનાએ કહ્યું હતું કે અભિનવ એ વાત જાણીને એકદમ શોક થઈ ગયો હતો અને તેણે કહ્યું કે આવું થઈ જ ના શકે. મેં કહ્યું કે ડોક્ટર્સ પણ આવું જ કહી રહ્યા છે. અમે ક્લિનીકની બહાર નીકળ્યા અને ઘરે જતી વખતે અમે લોકોએ એકબીજા સાથે વાત નહીં કરી. અમે લોકો આ ડબલ સરપ્રાઈઝને ડાઈજેસ્ટ નહોતા કરી શકતા. એકબીજાને પૂરતો સમય આપ્યો ત્યાર બાદ અમે ડોક્ટરને પાછા મળ્યા. આ સમયે ડોક્ટરે અમને કહ્યું કે અમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂબિના અને અભિનવ બંને જણ સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસમાં ભાગ લઈ ચૂક્યા છે અને આ શોમાં જ તેઓ પાછા બંને એકબીજાની નજીક આવ્યા હતા. હાલમાં થોડાક સમય પહેલાં જ એક્ટ્રેસે પોતાની પ્રેગન્ન્સીની ન્યુઝ ફેન્સ સાથે શેર કરી હતી.