
અભિનેતા સલમાન ખાન ફિલ્મોની સાથે સાથે પોતાના અફેર્સ મામલે વધારે સમાચારોમાં રહ છે અને મોટા ભાગે તો તેની રિલેશનશિપ કોન્ટ્રોવર્સીયલ રહી છે. સલમાન ખાનની ગર્લફ્રેન્ડ્સની યાદી લાંબી છે, જેમાં શરૂઆત મિસ ઈન્ડિયા રહી ચૂકેલી સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય, ઝરીન, કટરિના કૈફ, એલી વંતૂર વગેરે જગજાહેર છે, પણ આજે અમે તમને એક એવું નામ કહેવાના છીએ જે તમને સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય. આ નામ છે સલમાનની પહેલી ગર્લફ્રેન્ડનું. સંગીતા બિજલાની પહેલા અને સલમાનની ફિલ્મ રિલિઝ થઈ તે પહેલાથી આ બન્ને એકબીજાને ડેટ કરતા હતા અને બન્ને પરિવારોને પણ તેમના સંબંધો વિશે ખબર હતી. તેઓ લગ્ન કરી લેશે તેમ લાગતું હતું, પરંતુ સલમાનની કુંડળીમાં લગ્નયોગ લાગતો નથી, તેથી તે તો પરણી ગઈ પણ સલમાન રહી ગયો.

આ યુવતીનું નામ છે શાહીન ઝાફરી. શાહીન સઈદ ઝાફરીના ભાઈ હમિદ ઝાફરીની પહેલી પત્નીની દીકરી છે. હમિદની બીજી પત્ની ભારતીએ એક ઈન્ટરવ્યુમાં સલમાન અને શાહીનની રિલેશનશિપ વિશે વાત કરી હતી. ભારતીએ જણાવ્યું કે સલમાન અને શાહીન એકબીજાને પસંદ કરતા હતા. સલમાન અમારા ઘરે આવતો ત્યારે હું તેને બેકરીમાંથી બ્રેડ લેવા મોકલતી. શાહીન પણ સલમાનના ઘરે જતી અને તેમના પરિવારને પણ પસંદ હતી. બન્ને પરિવારોને લાગતું કે તેઓ લગ્ન કરી લેશે, પરંતુ સલમાનની ફિતરત પ્રમાણે તે સંગીતાના પ્રેમમાં પડ્યો અને શાહીન એકલી થઈ ગઈ. આ 1985 આસપાસની વાત છે. ત્યારબાદ શાહીને એરલાઈન્સ જોઈન કરી. શાહીન વિક્રમ અગ્રવાલ નામના એક ઈન્ડસ્ટ્રીયાલિસ્ટના પ્રેમમાં પડી અને બન્નેએ 1994માં લગ્ન કરી લીધા.
હાલમાં શાહીન બે સંતાનોની માતા છે અને વરલીમાં રહે છે. તે દક્ષિણ મુંબઈની જાણીતી સ્કૂલમાં ડ્રામા એન્ડ ડિક્શન ભણાવે છે. આ માહિતી એક અહેવાલના આધારે લખી છે, મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.
આપણ વાંચો: પબ્લિસિટી મામલે ટ્રોલ થઈ હોવા છતાં સૈયારાએ છાપી માર્યા 200 કરોડ
તો જે ફેન્સને સલમાન ખાનના સિંગલ સ્ટેટ્સ મામલે દુઃખ થાય છે તેમણે સમજી જવાનું છે કે ભાઈજાન પહેલેથી જ એક જગ્યાએ ટકી શકતા નથી અને તેથી તેમના લગ્ન દર વખતે થતાં થતાં રહી જાય છે.
સંગીતા બિજલાનીએ પણ એક રિયાલિટી શૉમાં કહ્યું હતું કે અમારી કંકોત્રી છપાઈ ગઈ હતી, પરંતુ સલમાનનો પઝેસિવ અને વિયર્ડ નેચર તેમની રિલેશનશિપમાં વિલન બની ગયો ને બન્ને છુટ્ટા પડ્યા. સોમી અલી, ઐશ્વર્યા રાય, કટરિના કૈફ બધાએ સલમાનથી છુટ્ટા પડ્યા બાદ પોતે રિલેશનશિપમાં સહન કરેલી યાતનાઓની વાત કરી છે. એટલે ભાઈજાન પોતાના કર્યા ભોગવી રહ્યા છે તે ફેન્સ સમજી જાય તો ઘણું.