બાપ્પાના દર્શન માટે આ સ્ટાર કિડ સાથે જોવા મળ્યાં: સોશ્યલ મીડિયા યુઝરે સવાલો કર્યાં
મુંબઈ: બોલીવુડના વિલન શક્તિ કપૂરની દીકરી અને જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા આદિત્ય રોય કપૂરની ઓનસ્ક્રીન જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શ્રદ્ધા-આદિત્યની જોડી પહેલીવાર ફિલ્મ ‘આશિકી-2’માં સાથે જોવા મળી હતી. ફિલ્મ ‘ઓકે જાનુ’ પછી, તેમના ચાહકો આ જોડીને ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.
આ રીતે આદિત્ય-શ્રદ્ધાનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે તાજેતરમાં ટી સિરીઝના ગણપતિ બાપ્પાના દર્શન માટે શ્રદ્ધા અને આદિત્ય બંને એક જ સમયે પહોંચ્યા હતા. આ દરમિયાન પાપારાઝીએ આદિત્યને કહ્યું કે શ્રદ્ધા પણ ત્યાં હાજર હતી. મીટિંગ પછી બંનેએ હસીને એકબીજાને ગળે લગાડ્યા અને એકબીજાને સવાલો પૂછ્યા. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે યુઝર પણ બંને એકબીજાના પ્રેમમાં હોવાની વાતોને લઈ સવાલો કર્યા હતા.
આ અગાઉ ‘આશિકી 2’ પછી આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવા હતી, પરંતુ 2015માં એક ઈન્ટરવ્યુમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે અમે બંને સારા મિત્રો છીએ અને હંમેશા રહીશું.
આ વાઈરલ વીડિયો પર નેટીઝન્સે પૂછ્યું હતું કે આદિત્ય-શ્રદ્ધા ટૂંક સમયમાં સાથે એક ફિલ્મ કરશે? અનન્યા કેમ ન આવી? અને હવે એવી અફવા છે કે આદિત્ય રોય કપૂર સ્ટારકિડ અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે. બંનેની તસવીરો સ્પેનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.