અંબાણી પરિવારના આ ખાસ સદસ્યએ છોડ્યો પરિવારનો સાથ, પરિવારે લખી ઈમોશનલ નોટ…

અહં… કંઈ પણ ઉંધુચત્તુ વિચારો અને તમને લાગે કે અંબાણી પરિવારમાં ભંગાણ પડ્યું છે તો એવું નથી. અંબાણી પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને હંમેશા હેપ્પી રહેતો અંબાણી પરિવાર આજે અનહેપ્પી થઈ ગયો છે. અંબાણી પરિવારના લાડકવાયા સદસ્યએ હંમેશા માટે પરિવારનો સાથ છોડી દીધો છે. મળતી માહિતી પ્રમાણે અંબાણી પરિવારના લાડકા ડોગર જિગરના ટુકડા હેપ્પીનું 30મી એપ્રિલના નિધન થયું છે. અંબાણી પરિવાર હેપ્પીના નિધનથી ખૂબ જ દુઃખી છે અને તેમણે હેપ્પી માટે ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

એશિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના પેટ ડોગ હેપ્પીનું નિધન થયું છે. હેપ્પી ફેમિલીની ખૂબ જ નજીક હતો એવું કહેવા કરતાં તે પરિવારનો સદસ્ય જ હતો એવું કહેવું વધારે ઉચિત ગણાશે. હેપ્પી અનંત અંબાણી (Anant Ambani)ની ખૂબ જ નજીક હતો અને તે અનંત-રાધિકાની સગાઈમાં રિંગ લઈને પણ આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.
અનંત અંબાણીના પાળેલા શ્વાન હેપ્પીના નિધનના સમાચાર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા. 30મી એપ્રિલના હેપ્પીનું નિધન થયું હતું. પરિવારે પોતાના લાડકા હેપ્પી અંબાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. અંબાણી પરિવારના દરેક ફેમિલી ફોટોમાં ખાસ જગ્યા રહેતી હતી. હેપ્પીના નિધન બાદ અંબાણીએ પરિવારે તેના માટે એક ઈમોશનલ નોટ શેર કરી છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં અંબાણી પરિવારે લખ્યું છે કે વ્હાલા હેપ્પી, તું હંમેશા અમારો હિસ્સો રહેશે અને દિલમાં જિવંત રહીશ. સ્વર્ગનો લાભ અમારા માટે નુકસાન છે. અંબાણી પરિવારના ચાહકો પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને હેપ્પીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આપણ વાંચો: બોલીવુડના જાણીતા ગાયક બાદશાહની મુશ્કેલી વધી, આ કારણસર પંજાબ પોલીસે ગુનો નોંધ્યો…
વાત કરીએ અનંત અંબાણીના ફેવરેટ ડોગની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની વાત કરીએ તો હંમેશા હેપ્પી અનંત અંબાણી સાથે તેમના પ્રાઈવેટ જેટમાં પ્રવાસ કરતો હતો. પરિવારના લોકો હેપ્પીને પરિવારના સદસ્યની જેમ ટ્રીટ કરતાં હતા. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હેપ્પી હંમેશા મર્સિડિઝ બેન્ઝ જી-400ડીમાં જ પ્રવાસ કરે છે અને આ ગાડી હેપ્પીની સુરક્ષા માટે છે. આ પહેલાં હેપ્પી એક ટોયોટા ફોર્ચ્યુનર અને ટોયોટા વેલફાયરમાં પ્રવાસ કરતો હતો.