Taimur અને Jehની આ બહેન પણ રાહા જેટલી જ ક્યૂટ છે, જોઈ લો તસવીરો
તૈમુર અને જેહની મમાની દીકરી એટલે કે રણબીર અને આલિયાની દીકરી રાહા કપૂર હંમેશા પોતાની ક્યુટનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. રાહા તેના માતા-પિતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે જોવા મળે છે, પણ તમે તૈમૂરના ફઈની દીકરી જોઈ છે…ફઈની દીકરી એટલે સોહા અલી ખાન અને કુનાલ ખેમુની દીકરી ઈનાયાની વાત કરી રહ્યા છે. ઈનાયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે તેની માતા સોહા અલી ખાન અને પાળતુ શ્વાન સાથે જોવા મળી રહી છે.
આ વીડિયોમાં ઇનાયા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. રાહા કપૂરની જેમ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની દીકરી ઈનાયા ખેમુ પણ બી-ટાઉનમાં ક્યૂટ સ્ટારકીડ્સમાંની એક છે.
આ પણ વાંચો: પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર
સૈફ અલી ખાનની ભત્રીજી ઈનાયાનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેનો લેટેસ્ટ લુક જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સોહા અલી ખાનની દીકરી ઈનાયા તેના શ્વાનને પ્રેમ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને ફેન્સ પણ એક્ટ્રેસ સોહાની પેરેન્ટિંગ સ્કિલના વખાણ કરી રહ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ અને સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અવારનવાર તેની પુત્રી ઈનાયાના ક્યૂટ વીડિયો અને ફોટા તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. કુણાલ ખેમુનું શેડ્યૂલ ગમે તેટલું વ્યસ્ત હોય, તે હજુ પણ તેની પત્ની સોહા અલી ખાન અને પુત્રી માટે સમય કાઢે છે. સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ 2015માં લગ્ન કર્યા હતા અને 2017માં તેમની દીકરી ઈનાયાનો જન્મ થયો હતો.
સોહા અલી ખાને 2005માં રિલીઝ થયેલી ફિલ્મ દિલ માંગે મોરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે રંગ દે બસંતી, ખોયા ખોયા ચાંદ અને તુમ મિલે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સોહા અલી ખાન ટૂંક સમયમાં નુસરત ભરૂચા સાથે ઓટીટી ફિલ્મ છોરી 2માં જોવા મળશે.