આ સિંગરે સલમાનને કહ્યું કે તે મારી નફરતને પણ યોગ્ય નથી…

મુંબઇ: પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અને બોલિવૂડ એક્ટર સલમાન વચ્ચેના વિવાદો હંમેશા ચર્ચામાં રહ્યા છે. અભિજીત ભટ્ટાચાર્ય સલમાન ખાનને નીચું દેખાડવાનો કે પછી સલમાન વિશે પોઇન્ચ મારવાનો એક પણ મોકો છોડતા નથી. ત્યારે હાલમાં જ અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન પર નિશાન સાધ્યું હતું. વાત જાણે એમ બની કે વર્ષ 2015માં સલમાન ખાનના સાથે જે હિટ એન્ડ રન કેસ થયો હતો તેમાં સલમાનને ક્લિન ચીટ મળી હતી પરંતુ ઘણા લોકો જાણે છે કે તે સમયે સલમાન જ ગાડી ચલાવતો હતો ત્યારે અભિજીતે એક ટ્વીટ કર્યું અને સલમાનને પોઇન્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે બેઘર લોકોએ રસ્તા પર ન સૂવું જોઈએ. આ ઉપરાંત સિંગરે સલમાન ખાન પર પાકિસ્તાની સિંગર્સને સપોર્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમજ તેમમએ કહ્યું હતું કે તે મારી નફરતને પણ યોગ્ય નથી.
અભિજીતે જે રીતે સલમાનને પોઇન્ટ માર્યા તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે હજુ સુધી બંને વચ્ચે હજુ કંઈ બરાબર થયું નથી. જો કે અભિજીત ભટ્ટાચાર્ય આટલેથી જ અટક્યા નહોતા તેમણએ તો તેમ પણ કહી દીધું કે મને નથી લાગતું કે તે મારી નફરતને પણ લાયક છે. સલમાન તેની દુડ વીલના કારણે જ સફળ થયો છે, હા પણ લોકોએ તેને ભગવાન બનાવી દીધો છે પરંતુ તે કોઇ ભગવાન નથી અને તેણે પોતાની જાતને ભગવાન માનવો જોઈએ નહીં. જો કે અભિજીતે પાકિસ્તાની કલાકારોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો જેને સલમાને કથિત રીતે સમર્થન આપ્યું હતું. છે
નોંધનીય છે કે એકવાર સલમાને અરજિત સિંહની જગ્યાએ રાહત ફતેહ અલીને સિંગર તરીકે લીધો હતો. અને અભિજિતે આ બાબતને ખૂબજ શરમ જનક ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને અરિજીત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કહેવાય છે કે સલમાને અરિજિતને પોતાની ફિલ્મમાં ગાવા ન દીધો. જો કે હવે બંને વચ્ચે સમાધાન થઇ ગયું હોય તેવી ચર્ચાઓ છે.