મનોરંજન

19 વર્ષની દીકરીને ટક્કર આપે છે હોલીવૂડની આ સેક્સી અભિનેત્રી

લૉસ એન્જલસ: ફિલ્મી દુનિયામાં ખાસ કરીને અભિનેત્રી માં-દીકરીની અનેક જોડીઓ પ્રખ્યાત છે. જેમ કે તનુજા અને કાજોલ, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન જેવી જોડીના ખૂબ જ ફેમસ છે. બૉલીવૂડની જેમ હૉલીવૂડની જાણીતી સેક્સી અભિનેત્રી મોનિકા બેલુચી અને દેવા કેસલની આ માં-દીકરીની બ્યુટીફલ જોડી ચર્ચામાં આવી છે.

હૉલીવૂડની અભિનેત્રી મોનિકા 50 વર્ષની ઉંમરે જેમ્સ બૉન્ડની ફિલ્મમાં જોવા મળી હતી. મૂળ ઇટલીની આ અભિનેત્રીએ જેમ્સ બૉન્ડમાં તેના સુપર પર્ફોર્મન્સથી આગ લગાવી હતી. આ ફિલ્મમાં પોતાના રોલ વિશે તેણે કહ્યું હતું કે તે બૉન્ડ ગર્લ નહીં પણ બૉન્ડ વુમન છે. આ જેમ્સ બૉન્ડની પહેલી જ એવી ફિલ્મ હતી જેમાં 50 વર્ષની અભિનેત્રીને ફિમેલ લીડ તરીકે કાસ્ટ કરવામાં આવી હતી.

ફિલ્મોની સાથે મોનિકા તેની લવ લાઈફ, રિલેશન અને લગ્નને લઈને પણ ચર્ચામાં રહી છે. મોનિકાએ 1990માં ક્લાઉડિયો કાર્લોસ બાસો સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 1991માં ડિવોર્સ લીધા બાદ 1991માં વિંસેટ કૈસલ સાથે લગ્ન કર્યા હતા પણ બંને 2013માં અલગ થઈ ગયા હતા.

જોકે હવે મોનિકાની દીકરી ડેવા 19 વર્ષની થઈ ગઈ છે અને તે એક પ્રખ્યાત મોડલ પણ છે. મોનિકા અને વિંસેટની 2004માં જન્મેલી ડેવા પોતાના બોલ્ડ અને બ્યુટીફુલ અંદાજથી મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. 14 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરનારી દીવા કેસલ 2023માં બ્યુટીફુલ સમર આ ઇટાલિયન ફિલ્મમાં જોવા મળી હતી અને હવે તે નેટફ્લિક્સની ‘ધ લેપર્ડ’માં પણ જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button