મનોરંજન

Shahrukh Khan- Priyanka Chopraના અફેયર મુદ્દે આ વ્યક્તિએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના રોમેન્સ કિંગ તરીકે ઓળખાતા Shahrukh Khanની ફેન ફોલોઈંગ અને એમાં પણ ખાસ કરીને તેની ફીમેલ ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. જો તમે પણ એસઆરકેના ફેન હશો તો તમે પણ દેસી ગર્લ પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાનના અફેયર વિશે તો સાંભળ્યું જ હશે ને? ગોસિપ સર્કલમાં બંનેના અફેયરની ગોસિપ એકદમ ટ્રેન્ડિંગ હતી.

પણ શું તમને આ પાછળની સચ્ચાઈ ખબર છે? એ સમયે એવી વાતો પણ ચાલતી હતી કે પરિણીત શાહરુખ ખાન પીસીને સિક્રેટલી ડેટ કરી રહ્યો હતો અને ડોન ટુના સેટ પર બંનેનો પ્રેમ ખીલી ઉઠ્યો હતો. પરંતુ હવે કિંગખાનના એકદમ નજીકના મિત્રએ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો.

વિવેક વાસવાનીએ જણાવ્યું હતું કે કિંગખાને તેના જીવનમાં એક જ છોકરીને પ્રેમ કર્યો છે. રિલેશનશિપ વિશે વાત કરીએ તો સેક્સ્યુઅલ રિલેશનશિપ? ના એ એવો બિલકુલ નથી. મને નથી ખબર કે આવી બધી વાતો કોણ કરે છે અને ક્યાંથી આવે છે… ઘરમાં રહેતો હતો… મમ્મી-ડેડી હતા… ટેન્શન હતું, કરિયર બનાવવું હતું… જેમ બને તેમ ગૌરી સાથે લગ્ન કરવા હતા એમાં રિલેશનશિપ માટે સમય જ ક્યાં છે? બધા સાથે એના મિત્રતાના સંબંધો હતો પણ શાહરૂખની કોણ પણ સેક્સ્યુઅલ રિલેશનશિપ નથી રહી.

આ બધી વાતો ખોટી છે. જ્યારથી હું શાહરુખને ઓળખું છું ત્યાં સુધી એનું જીવન એક જ મહિલાને સમર્પિત રહ્યું છે. પીસી સાથેના અફેયરની વાતો પણ એક રૂમર જ હતી. કોઈએ કંઈ જ નથી સાંભળ્યું. એ એવો માણસ જ નથી. તમે પીસી સિવાય બીજી કોઈ એક્ટ્રેસ સાથે તેના અફેયરની વાત નહીં જ સાંભળી હોય… એવું વિવેકે વધુમાં જણાવ્યું હતું.
આશા રાખીએ કે વિવેકની આ સ્પષ્ટતા બાદ એસઆરકે-પીસીના અફેયરની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button