સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ બાળકનું સલમાન સાથે છે ખાસ કનેક્શન…

હેડિંગ વાંચીને જ ચકરાઈ ગયા ને? સલમાન ખાને તો લગ્ન કર્યા નથી, તો વળી કોઈ બાળક સાથે એનું શું કનેક્શન હોઈ શકે? પણ ભાઈ અમે અહીં કોઈ ટાઢા પહોરના ગપ્પા નથી હાકી રહ્યા અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહેલાં બાળકનું ભાઈજાન સાથે એક ખાસ કનેક્શન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-થ્રી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને આ ફિલ્મ 300 કરોડના ક્લબની નજીક પહોંચી ગઈ છે. લોકોમાં આ ફિલ્મને લઈને જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરમિયાન સલમાન ખાનના એક નાનકડાં ક્યુટ, ગોલુમોલુ ફેનનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાનકડું ટેણિયું સલમાન ખાનની જેમ જ સ્કાર્ફ પહેરેલો જોવા મળે છે.
આ વીડિયો સુપરસ્ટાર સલમાન ખાનના સૌથી નાનકડાં ફેનની છે અને આ સલમાનનો આ ફેન 7 મહિનાનો જ છે. આ વીડિયોમાં સલમાન ખાનનો આ નાનકડો ફેન ભાઈજાનની જેમ જ તેના ટ્રેડમાર્ક સ્કાર્ફ કેરી કરેલો જોવા મળે છે. આ ઉપરાંત આ ટેણિયાએ સલમાનનું લકી બ્રેસલેટ પણ પહેર્યું છે. વીડિયોમાં ટેણિયાનો આ લૂક દરેકનું દિલ જિતી રહ્યો છે.
કહાનીમાં ટ્વીસ્ટ એ પણ છે કે આ બાળક ક્યાંકને ક્યાંક સલમાન ખાન સાથે કનેક્ટેડ પણ છે. જી હા, આ બાળક કોઈ બીજાનું નહીં પણ દિગ્ગજ મેકઅપ આર્ટિસ્ટ રાજુભાઈનો પૌત્ર છે. રાજુભાઈ છેલ્લાં ત્રણ દાયકાથી સલમાન ખાનની ટીમનો અભિન્ન હિસ્સો છે.
સોશિયલ મીડિયા પર આ વાઈરલ ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો પર નેટિઝન્સન જાત-જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે આ વીડિયો વાઈરલ થઈ રહી છે અને તેની સ્માઈલ અમને બધાને હસાવી રહી છે ક્યુટ… ત્રીજા એક યુઝરે કમેન્ટબોક્સમાં લખ્યું છે કે આ ખુબસૂરત બાળક ટાઈગર-થ્રી જોવા માટે સલમાન ખાન બની ગયો છે સો ક્યૂટ…