વનતારા પર Anant Ambani કેટલો ખર્ચ કરે છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેકે દરેક સભ્ય તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. અંબાણી પરિવાર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન અને જામનગરમાં ખાતે શરૂ કરેલાં એનિમલ રેસ્ક્યુ સેન્ટર વનતારાને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વનતારાનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે અનંત અંબાણી વનતારા પાછળ કેટલો ખર્ચ કરે છે?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
જ્યારે પણ અંબાણી પરિવાર કે પરિવારના કોઈ સભ્યની વાત આવે તો મગજમાં આવે આલિશાન બંગલા, લક્ઝુરિયસ કાર અને લાઈફસ્ટાઈલ… પરંતુ અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ એવું કામ કર્યું છે કે જેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને આ કામ એટલે વનતારા. વનતારા એક એનિમલ વેલફેયર પ્રોજેક્ટ છે અને અનંતે પોતાનો આ ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતના જામનગર ખાતે શરૂ કર્યું છે.
300 એકરમાં ફેલાયેલું આ સેન્ટર એક ફાઈવસ્ટાઈલ હોટેલ કે રિસોર્ટ જેવું લાગે છે. અહીં હાથી, સિંહ, દીપડા, હરણ, કાચબા, ઘોડા અને સેંકડો દુર્લભ પ્રજાતિના પ્રાણીઓ રહે છે. રિપોર્ટ્સની વાત કરીએ તો દર વર્ષે અનંત અંબાણી દ્વારા આ સેન્ટર માટે 150થી 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ભક્તિના મારગ પર અનંત અંબાણીઃ જામનગરથી દ્વારકા સુધીની 170 કિલોમીટરની પદયાત્રા…
પ્રાણીઓ માટે અહીં સ્પેશિયલ ડાયેટ પ્લાન, ઈન્ટરનેશલ વેટ ડોક્ટર્સની આખી ટીમ હાજર હોય છે. પ્રાણીઓ માટે એર કંડીશન્ડ મેડિકલ યુનિટ, મોર્ડન રિહેબ સેન્ટર, સ્પા જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. અહીં પ્રાણીઓની સારવારની સાથે સાથે તેમનું પુનર્વસન કરવામાં આવે છે. આ પ્રાણીઓને જંગલ જેવું કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. મળતી માહિતી અનુસાર આ સેન્ટરમાં કેટલાક પ્રાણીઓ આફ્રિકા, થાઈલેન્ડ અને અમેરિકાથી રેસ્ક્યુ કરીને લાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અનંત પોતાના જન્મદિવસ નિમિત્તે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા કરી હતી અને રવિવારે આ પદયાત્રાનું સમાપન થયું હતું જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.