આવો છે Akash Ambaniનો પોતાના દીકરા પૃથ્વી સાથેનો સંબંધ, વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવાર એ દેશનો એવો પરિવાર છે કે જે સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતો રહે છે. લોકોને પણ આ પરિવારના સભ્યોની ઝીણામાં ઝીણી બાબત જાણવામાં ખૂબ જ રસ હોય છે. અનંત અંબાણી (Anant Ambani) રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન બાદથી તો આ કપલ ચર્ચામાં રહે છે, પણ આ રેસમાં આકાશ અંબાણી (Akash Ambani) પણ કંઈ પાછળ નથી. હાલમાં આકાશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એક પિતાના રોલમાં હોય છે ત્યારે કેવો હોય છે એની ઝલક જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર આકાશ અને શ્લોકા મહેતા (Shloka Mehta) સાથેના ફોટો અને વીડિયો વાઈરલ થતા રહે છે. આ બધા વચ્ચે આઈપીએલ-2025માં મુંબઈ ઈન્ડિયન્સની મેચ પછીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ મેચ બાદ ડેડ્સ ડ્યૂટી નિભાવતો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સને આકાશનો આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે આકાશ અંબાણી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મેચ પત્યા બાદ દીકરા પૃથ્વી સાથે મજા કરતો જોવા મળી રહ્યો છે. બાપ-દીકરો બંને જાણે ટીમની જિતનો જશ્ન મનાનવતા હોય એવું લાગી રહ્યું છે. પૃથ્વીની ક્યુટનેસે નેટિઝન્સનું દિલ જિતી લીધું હતું.
દીકરા પૃથ્વી સાથે આકાશ અંબાણીનો આ બોન્ડ નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પૃથ્વી દોડતો દોડતો આકાશ પાસે આવે છે અને આકાશ પણ તેને ઉપાડી લે છે અને તેના પર વ્હાલ વરસાવતો જોવા મળે છે. ત્યાર બાદ બંને બાપ-દીકરો વાત કરતાં જોવા મળે છે. આકાશ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે પત્ની શ્લોકા મહેતા સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો.
યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મારી નજરમાં દુનિયાની સૌથી સુંદર ક્ષણ. આ વીડિયો જોઈને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. બીજાસ એક યુઝરે લખ્યું હતું કે રાજકુમાર પૃથ્વી, ભગવાન કૃષ્ણ હંમેશા તારો સાથ આપશે.. તમે પણ આકાશ અને પૃથ્વીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…પતિ અનંત અંબાણી સામે જ સસરા મુકેશ અંબાણી માટે Radhika Merchantએ કહી એવી વાત કે…