ફક્ત 50 લાખમાં બની હતી આ હોલિવુડ ફિલ્મ, રિલીઝ બાદ 2000 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
બોલીવુડ અને હોલીવુડમાં ઘણી એવી ફિલ્મો બને છે જે અત્યંત લો બજેટની હોય છે પરંતુ તેની રિલીઝ બાદ લોકોને તે એટલી પસંદ આવે છે કે તેની કમાણી બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખે છે. હોલીવુડની એક હોરર ફિલ્મ જે વર્ષ 1999માં આવી હતી તે પણ આવી જ ફિલ્મોમાંની એક છે.
વાત થઇ રહી છે ‘ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ’ ફિલ્મની, આ સુપરનેચરલ હોરર ફિલ્મ ડેનિયલ માયરિક ડેનિયલ માયરિક અને એડુઆર્ડો સાંચેઝએ બનાવી હતી. આ ફિલ્મની કથાને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે.
આ ફિલ્મમાં ત્રણ યુવાનોની વાર્તા છે જે એક પ્રોજેક્ટમાં કાર્યરત હોય છે અને તેઓ એક દિવસ લાપતા થઇ જાય છે. એક વર્ષ પછી જ્યારે વિદ્યાર્થીઓના કેમેરા ફૂટેજ મળે છે, ત્યારે જાણ થાય છે કે ખરેખર તેમની સાથે શું થયું હતું. આ ફિલ્મમાં હીથર ડોનાહ્યુ, માઈકલ વિલિયમ્સ અને જોશુઆ લિઓનાર્ડોએ ભૂમિકા ભજવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે આ ફિલ્મ ફક્ત 49 લાખ રૂપિયામાં બની હતી અને તેણે વર્લ્ડવાઇડ રિલીઝમાં 250 મિલિયન ડોલર જેટલી કમાણી કરી હતી.