મનોરંજન

ઓરમેક્સ ઈન્ડિયાની યાદીમાં હોલીવૂડની આ અભિનેત્રી છે નંબર વન

છેલ્લા કેટલાક વર્ષોથી હોલીવૂડની અભિનેત્રીઓની ફેન ફોલોઈંગની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાંથી અનેક ફિલ્મોએ ભારતમાં સૌથી વધુ કમાણી કરી છે. અમુક ફિલ્મોનો તો જોરદાર રાહ જોવામાં આવી છે, જ્યારે હવે એક હોલીવૂડની અભિનેત્રીનું નામ ઉમેરાયું છે. ઓરમેક્સ ઈન્ડિયામાં નવેમ્બર 2023ની મોસ્ટ પોપ્યુલર હોલીવૂડ એક્ટ્રેસનું લિસ્ટ જાહેર કર્યું હતું.

હોલીવૂડની ટોપ ટેનની યાદીમાં પહેલા નંબરે સ્કાર્લેટ જોહનસન છે, જે એવેન્જર્સ ફિલ્મોમાં બ્લેક વિડોની ભૂમિકામાં લોકોનું દિલ જીતી લીધું હતું. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અમેરિકન અભિનેત્રી 2018 અને 2019માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારાની યાદીમાં નામ મળ્યું હતું. ટાઈમ મેગેઝિનમાં ચમકનારી સ્કારલેટ જોહન્સને ફોર્બ્સની 100 યાદીમાં નામ મળ્યું હતું. સ્કારલેટે દુનિયાભરમાં 14.3 અબજ ડોલરથી વધુ કમાણી કરી છે.

બીજા ક્રમે એમા વોટસન અને ત્રીજા ક્રમે એન્જેલિના જોલી છે. ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે જેનિફર લોરેન્સ અને ગેલ ગૈડોટ છે. એમા સ્ટોન અને એલિજાબેથ ઓલ્સેન છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આઠમા ક્રમે જેંડ્યા છે, જ્યારે નવમા અને દસમા ક્રમે માર્ગેટ રોબી અને ટાઈટેનિક ફેમ કેટ વિંસ્લેટનો સમાવેશ થાય છે. ટોપ ટેન અભિનેતાની યાદીમાં ટોમ ક્રુઝ, રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ, ડવેન જોન્સન, જોની ડેપ, ટોમ હોલેન્ડ, વિન ડીઝલ, વિલ સ્મિથ અને ક્રિસ ઈવાન્સનો સમાવેસ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button