મનોરંજન

સલમાન માટે લકી ચાર્મ રહેલી આ હિરોઇન આપી ચૂકી છે દસ ફ્લોપ ફિલ્મ

બોલિવૂડ અભિનેત્રી કટરિના કૈફને ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થયાં છે. તેણે ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. ઈન્ડસ્ટ્રીમાં આટલી લાંબી સફરમાં અભિનેત્રીએ 32 ફિલ્મો પણ કરી છે, પરંતુ કેટરીના માટે અહીં પહોંચવું સરળ નહોતું. કટરીનાની પહેલી ફિલ્મ ‘બૂમ’ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી ખરાબ રીતે ફ્લોપ થઈ હતી કે ફિલ્મે માત્ર 6.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પણ હા, કટરિનાએ પોતાના ચાર્મથી દર્શકોને ચોક્કસથી આકર્ષ્યા હતા. લાખો અને કરોડો લોકો તેની સુંદરતાના દિવાના હતા અને આજે પણ છે.

કટરીના એક વિદેશી મોડલ હતી. તેનો જન્મ પણ વિદેશમાં થયો હતો, પરંતુ જ્યારે તેણે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો ત્યારે તે પહેલા તેણે હિન્દી ભાષા પણ શીખી લીધી હતી. તેણે પોતાના ક્યૂટ એક્સેન્ટથી ઘણા લોકોને દિવાના પણ બનાવી દીધા હતા. આજે કટરીના એ-લિસ્ટ અભિનેત્રીઓમાં સામેલ છે. 2003થી અત્યાર સુધીમાં કટરિનાએ લગભગ 10 ફ્લોપ ફિલ્મો આપી છે. તેની કેટલીક ફિલ્મ સેમી હિટ રહી છે તો કેટલીક ફિલ્મ સરેરાશ રહી છે. કટરિનાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો પણ આપી છે.

સલમાન ખાન સાથે કટરિનાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેત્રી સલમાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ ફિલ્મ આજે જ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. અગાઉની બંને ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝી સુપર-ડુપર હિટ રહી છે. ફિલ્મમાં કેટરિનાએ RAW એજન્ટની ભૂમિકા ભજવી છે અને તેણે સુપર્બ એક્શન કરી છે. ‘એક થા ટાઈગર’ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. તેણે બોક્સ ઓફિસ પર કુલ 198.78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ વર્ષ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’ આવી. તેણે પણ 339.16 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી હતી. કટરીનાએ આપેલી આ છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ પછી તેની બધી ફિલ્મો ફ્લોપ રહી છે.

કટરિનાની ફ્લોપ ફિલ્મોમાં વર્ષ 2022માં રિલીઝ થયેલી ‘ફોન ભૂત’ છે. તેણે 14.01 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મમાં તેની જોડી ઈશાન ખટ્ટર અને સિદ્ધાર્થ સાથે હતી. આ ફિલ્મ જ્યારે તે OTT પર આવી ત્યારે પણ લોકોએ તેને જોવાનું પસંદ કર્યું ન હતું. ચાલો શરૂઆતથી શરૂ કરીએ. કટરિનાએ 2003માં ‘બૂમ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે માત્ર 6.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી વર્ષ 2006માં ‘હમકો દિવાના કર ગયે’ આવી હતી, જેણે 14.13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યુવરાજ’ રૂ.16.89 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લૂ’એ 38.55 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફેન્ટમ’એ રૂ. 54.19 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફિતૂર’એ રૂ. 19.28 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાર બાર દેખો’ એ રૂ. 31.24 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ એ પણ માત્ર રૂ. 54.16 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’એ રૂ. 90.28 કરોડની કમાણી કરી હતી. વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’એ રૂ.151.19 કરોડની કમાણી કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘ટાઈગર 3’ પછી કટરિના કૈફ ક્રિસમસના અવસર પર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જોવા મળવાની છે. અભિનેત્રીને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે, પરંતુ બોક્સ ઓફિસ રિપોર્ટ શું કહે છે તે તો સમય જ કહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?