આ ફિલ્મે ડેબ્યૂ ફિલ્મોનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો, પહેલા જ દિવસે છાપ્યા અધધ રૂપિયા

મુંબઈઃ બોલિવુડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો બની રહી છે. મોહિત સૂરી (Mohit Suri)ની મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ (Love Story Movie) ‘સૈયારા’ (Saiyaara) ગઈકાલે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ (Saiyaara Box Office Collection) પર ધમાલ મચાવી દીધી છે. શરૂઆતના દિવસે જબરદસ્ત કમાણી કરીને અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પડ્ડા (Aneet Padda)ની ફિલ્મે ડેબ્યૂ ફિલ્મોનો ઓલટાઇમ રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય બોક્સ ઓફિસની પહેલી ડેબ્યૂ ફિલ્મ (Debut film) બની છે જેણે રિલીઝના પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી કરી હોય! બોલિવુડ રોડ એક નવો રિકોર્ડ બનાવી રહ્યું છે.
‘સૈયારા’ ફિલ્મે પહેલા જ દિવસે 20 કરોડ રૂપિયા છાપ્યા
‘સૈયારા’ અહાન પાંડે અને અનિત પડ્ડાની પહેલી ફિલ્મ છે. પહેલા દિવસના ફર્સ્ટ શો જોવા માટે થિયેટરોમાં દર્શકોની લાંબી કતારો લાગી હતી. ત્યારબાદના શો પણ હાઉસફુલ થઈ રહ્યા છે. ‘સૈયારા’એ તેના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમ કે એડવાન્સ બુકિંગમાં અપેક્ષા રાખવામાં આવી હતી કે આ ફિલ્મ 15-20 કરોડની ઓપનિંગ કરશે. આ ફિલ્મે બોલિવુડનો એક મોટો રેકોર્ડ તોડી દીધો છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ કર્યું
અહાન પાંડે અને અનિત પડ્ડાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ જ નથી કર્યું, પરંતુ ડેબ્યૂ ફિલ્મોનો ઓલટાઇમ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. હકીકતમાં. ડેબ્યૂ ફિલ્મોમાં વધારે કમાણી કરવાનો આ રેકોર્ડ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની ‘ધડક’ ના નામે હતો, તે ફિલ્મે પહેલા દિવસે 8.76 કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ એ 7.5 કરોડ અને ઋત્વિક રોશનની ‘કહો ના પ્યાર હૈ’ એ 51 લાખની કમાણી કરી હતી. આ ત્રણેય ફિલ્મોનો ‘સૈયારા’એ રેકોર્ડ તોડી દીધો છે. બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ડેબ્યૂ ફિલ્મ બની ગઈ છે.
ચોથી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની
અહાન પાંડેની પહેલી ફિલ્મ ‘સૈયારા’ 2025 ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મોની યાદીમાં પણ આવી ગઈ છે. વિક્કી કૌશલની ‘છાવા’ 31 કરોડની કમાણી સાથે પહેલા નંબરે, સલમાન ખાનની ‘સિકંદર’ 26 કરોડની કમાણી બીજા નંબરે અને અક્ષય કુમારની ‘હાઉસફુલ 5’ 24 કરોડની કમાણી સાથે ત્રીજા નંબરે છે. આ યાદીમાં 20 કરોડની કમાણી સાથે ‘સૈયારા’ ચોથા ક્રમે આવી ગઈ છે.
આ પણ વાંચો…અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર