મનોરંજન

કિલર લૂક સાથે રસ્તા પર જોવા મળી આ ડાન્સર, પછી શું આ થયું?

મુંબઈઃ જાણીતી ડાન્સર નોરા ફતેહી કેમેરા સામે આવ્યા પછી હંમેશાં લાઈમલાઈટમાં આવી જાય છે, તેમાંય તેના કિલર લૂક પર લોકો ફિદા થઈ જાય છે, જેમાં તાજેતરમાં સ્કીનટાઈટ આઉટફીટમાં નોરાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા બાદ ઈન્ટરનેટ પર ગરમી વધારી દે છે.

તાજેતરમાં બ્લુ કલરના ટાઈટસ જીન્સ અને ક્રોપ ટોપમાં નોરા જોવા મળ્યા પછી ફોટોગ્રાફરે પણ તેના ફોટો લેવાની તક જવા દીધી નહોતી. બ્લુ કલરના જીન્સ સાથે ખુલ્લા વાળ અને બ્લેક કલરના ચશ્મામાં જોવા મળતી નોરાએ એક એક કરીને મસ્ત પોઝ આપ્યા હતા. રસ્તા પર જોવા મળેલી નોરાનું ક્રોપ ટોપ એટલું ફીટ હતું કે તેનું બોલ્ડ ફિગર જોવા મળતું હતું.

કિલર લૂક માટે તેના બ્લેક કલરના ચશ્માએ ચાર ચાંદ લગાવી દીધા હતા, જ્યારે તેને જોઈને ચાહકો તેના દિવાના બની ગયા હતા. ખભા પર ક્રોસ કરીને સ્લિંગ બેગમાં જોવા મળતી નોરાને રસ્તા પર જોઈને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેનારી નોરા ફતેહી હંમેશાં તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતારને લઈ છવાયેલી રહે છે. થોડા દિવસ પૂર્વે લાઈટ પિંક કલરના બોલ્ડ ડ્રેસમાં એક મોટી એનાઉન્સમેન્ટ કરી હતી. એનાઉન્સમેન્ટના કેપ્શનમાં નોરાએ ફક્ત કેપ્શનમાં ધીસ ઈઝ પબ્લિક એનાઉન્સમેન્ટ લખ્યું હતું. એના રંગરુપને જોઈને લાખો લોકોએ તેના પર લાઈક કરવાની સાથે આઠ હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી હતી.

ફિલ્મો સિવાય મ્યુઝિક વીડિયોમાં નોરાએ મોટું નામ કમાવ્યું છે, જ્યારે તેના સિવાય તેના બોલ્ડ લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નોરા ફતેહીના ઈન્સ્ટાગ્રામ પર એકલા 45 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તેથી તેના ચાહકોની સંખ્યા મોટી હોવાનું ચોક્કસ કહી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button