Wedding Function Rakul Preet-Jacky Bhagnaniનું પણ લાઈમલાઈટ ચોરી આ કપલે… જોઈ લો તમે પણ…
અત્યારે બોલીવૂડમાં જ્યાં જુઓ ત્યાં બસ Rakul Preet Singh-Jacky Bhagnaniના જ લગ્નની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ કપલના લગ્નમાં આ કપલને જ સાઈડમાં મૂકીને બોલીવૂડના એક કપલે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી અને લાઈમલાઈટ ચોરી લીધી હતી. સોશિયલ મીડિયા પર આ કપલનો વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
આજે રકુલ અને જેકી બંને જણ સિખ અને સિંધી રીત-રિવાજથી લગ્ન કરવા જઈ રહ્યા છે. બી-ટાઉનના અનેક સેલેબ્સ બે દિવસથી આ લગ્નમાં હાજરી આપવા બે દિવસ પહેલાંથી જ ગોવા પહોંચી ગયા છે. કપલની હલદી સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનો… બંને જણે સ્ટેજ પર ધમાલ મચાવી દીધી હતી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પણ બે દિવસ પહેલાં જ ગોવા પહોંચી ગયા હતા અને બંને જણ એકદમ જમકર પ્રિ-વેડિંગ ફંક્શન એન્જોય કરતાં જોવા મળ્યું હતું. શિલ્પાએ પતિ રાજ કુંદ્રા સાથે ગુડ નાલ ઈશ્ક મીઠ્ઠા ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાઈન વાઈરલ થઈ રહ્યો છે. શિલ્પાએ બ્લુ સાડી પહેરી છે તો રાજ કુંદ્રા પણ ઈન્ડો વેસ્ટર્ન લૂકમાં સુંદર લાગી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ 2022માં જ પોતાની રિલેશનશિપની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી હતી. ત્યાર બાદથી તો બંને જણ અવારનવાર એકબીજા સાથે જોવા મળતા હતા અને રોમેન્ટિક ફોટો અને પોસ્ટ નાખતા હતા. એક ઈન્ટરવ્યુમાં રકુલે ખુદ જણાવ્યું હતું કે એક સમયે જેકી એનો પડોશી હતો પણ ત્યારે એ બંનેની વાત નહોતી થઈ. લોકડાઉન દરમિયાન એક કોમન ફ્રેન્ડના માધ્યમથી બંનેની ઓળખાણ થઈ હતી અને બંનેની વાતચીત શરૂ થઈ હતી.