
હંમેશા અતરંગી ફેશન સેન્સ અને આઉટફિટ્સને કારણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી ઉર્ફી જાવેદે ફરી એક વખત પોતાની હરકતને કારણે લોકોની આંખો પહોળી કરી દીધી છે. તેણે પોતાના લેટેસ્ટ લૂકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વખતે બોલ્ડ ડ્રેસને બદલે ઉર્ફી પૂરા કપડાં પહેરીને મુંબઈના દાદરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. ઉર્ફીએ આ વખતે લાલ રંગના ઝાકઝમાળવાળા કપડાં પહેર્યા હતા. ગણેશ ચતુર્થી નિમિત્તે ઉર્ફી લાલ જોડામાં મંદિરમાં બાપ્પાના આશિર્વાદ લેવા માટે પહોંચી હતી. ઉર્ફીની આ મંદિર વિઝિટ વખતે તેની સાથે પ્રતિક સહજપાલ પણ હતો અને બંને જણે ગણેશ પૂજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર ઉર્ફીના આ ફોટો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે અને તેનો આ સંસ્કારી લૂક જોઈને નેટિઝન્સ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રતિક સાથે મંદિર પહોંચેલી ઉર્ફીને જોઈને ઈન્ડસ્ટ્રીમાં બંનેના લગ્નની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્ફી તેની વિચિત્ર ફેશન સેન્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. એટલું જ નહીં તેની ડ્રેસિંગ સેન્સને કારણે તે ટ્રોલર્સના નિશાના પર પણ આવતી હોય છે.
દરમિયાન ઉર્ફીનું આ રીતે સંસ્કારી વેશમાં મંદિર પહોંચી અને એમાં પણ પ્રતિક સહેજપાલની કંપનીને કારણે બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની અફવા એકદમ જોરશોરથી ઉડી રહી છે. બાકી એક વાત તો કહેવી પડી ઉટપટાંગ ડ્રેસ પહેરવાની વાત હોય કે એકદમ સંસ્કારી છોકરીની જેમ મંદિર જવાની વાત હોય ઉર્ફી લાઈમલાઈટ તો ચોરી જ લે છે….