મનોરંજન

અનિલ કપૂરના કારણે પોતાનું નામ બદલી નાખ્યું આ સેલિબ્રિટીએ…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે આખરે કોણ છે આ અભિનેતા અને આખરે કેમ તેણે એવું કરવાનો વારો કેમ આવ્યો? તો તમારી જાણ માટે કે આ અભિનેતા બીજું કોઈ નહીં પણ અભિનેતા અન્નૂ કપૂર છે અને આ વાતનો ખુલાસો તેમણે ખુદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક્ટર અનિલ કપૂરના કારણે જ તેમણે પોતાનું નામ અનિલ બદલીને અન્નૂ રાખવું પડ્યું હતું.

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે આ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, હું 1982માં મુંબઈ આવ્યો હતો અને ત્યાં સુધી તો અનિલ કપૂર સ્ટાર બની ચૂક્યા હતા. તે હીરો છે અને હું ઝીરો છું. જે ઝીરો હોય છે તેણે જ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે અને એટલે જ મેં મારું નામ અનિલથી બદલીને અન્નૂ કરી નાખ્યું હતું..


અન્નુ કપૂરે વધુમાં એવું પણ કહ્યું હતું કે આપણા દેશમાં અનિલ, અનુરાગ, અનુપમ, અનીસ, અનવર, અનુરાધા જેવા નામોનું નિક નેમ મોટાભાગે અન્નૂ જ કરવામાં આવે છે. પરિવારના સભ્યો મને અન્નુ કહીને બોલાવતા હતા તો પછી બદલીને તે જ નામ રાખી દીધું. જોકે, અન્નુ કપૂરના નામથી પણ મેં જીવનમાં જે કંઈ મેળવ્યું છે તેના માટે હું હંમેશા લોકોનો આભારી રહીશ. મારી સામે જે કંઈ પણ આવ્યું એમાં મેં મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, અત્યારે મારે અનિલ કપૂરને મળવાનું નથી થતું.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર અન્નૂ કપૂર હાલમાં તેમની શોર્ટ ફિલ્મ ‘ધ લાસ્ટ એનવેલપ’ને લઈને ચર્ચામાં આવ્યા છે. આ શોર્ટ ફિલ્મ વિશે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી એક વૃદ્ધ વ્યક્તિની આસપાસ ફરે છે. જે પોતાની એકલતા દૂર કરવા માટે એક એકટરને હાયર કરે છે. આ ફિલ્મ દ્વારા અમે સીનિયર સિટિઝનના એકલવાયા જીવનને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણે ત્યાં જોઈન્ટ ફેમિલીની કોન્સેપ્ટ ધીમે-ધીમે ખતમ થતો જઈ રહ્યો છે, જે ખુબ જ દુઃખદ અને ચિંતાજનક પરીસ્થિતિ છે. આવી પરીસ્થિતિમાં સીનિયર સિટિઝને પોતાને સક્ષમ બનાવીને જીવનમાં આગળ વધવું ખૂબ જ જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો