દીપિકાની એક્ઝિટ બાદ પ્રભાસની કલ્કિ 2898 એડીમાં આ હીરોઈનની એન્ટ્રી…

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની કલ્કિ 2898એડીની સિક્વલની એક યા બીજી વાતે ચર્ચા થતી રહે છે. આ ફિલ્મની પહેલી એડિશનમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ હતા અને ફિલ્મે રૂ. 1000 કરોડ જેટલી કમાણી કરી હતી. હવે બીજી સિક્વલમાંથી દીપિકાની એક્ઝિટ નક્કી છે.
દીપિકાને તગેડી મૂકવામાં આવી કે તેણે પોતે જ ફિલ્મ છોડી તે મામલે સૌ પોતપોતાનું વર્જન કહેતા રહે છે. દીપિકાએ જણાવ્યું તે પ્રમાણે તેને રોલ ખૂબ જ નાનો લાગ્યો એટલે તેણે ફિલ્મ કરવાનું પસંદ ન કર્યું જ્યારે નિર્માતાઓના કહેવા અનુસાર દીપિકાએ રોલમાં માટે બહુ મોટી રકમ માગી.
આ સાથે તેનાં ટ્રેન્ટ્રમ્સ વધી ગયા હતા, આથી નિર્માતાઓએ તેને પડતી મૂકી. આ સમય દરમિયાન દીપિકાના હાથમાંથી સ્પિરીટ ફિલ્મ પણ ગઈ હતી, જેમાં તેણે 8 કલાકની શિફ્ટ માગતા વિવાદ થયો હતો. હવે વાત કરીએ કલ્કિની હીરોઈનની તો ઘણા નામ ચર્ચામાં આવ્યા હતા. સાઉથની અભિનેત્રીઓ સાથે કિયારા અડવાણીનું નામ પણ ચર્ચાયું હતું.
પરંતુ તાજી ખબર અનુસાર હવે આ ફિલ્મ માટે બોલીવૂડની એક અભિનેત્રીનું નામ લગભગ ફાયનલ થઈ ગયું છે. અગાઉ અનુષ્કા શેટ્ટી અને કીર્તિ સુરેશનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, પણ હવે બોલીવૂડની ટૉપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે ડિરેક્ટર નાગ અશ્વિન વાત કરી રહ્યા છે અને લગભગ આલિયા ફાયનલ થઈ જશે તેમ ઈન્ડસ્ટ્રીના જાણકાર કહી રહ્યા છે.

આલિયા છેલ્લે હૉમ પ્રોડક્શન જિગરામાં જોવા મળી હતી અને હવે તેની આલ્ફા ફિલ્મ આવી રહી છે. કલ્કિ પાર્ટ વન શરૂઆત હતી જ્યારે પાર્ટ-2માં સ્ટોરી આગળ વધે છે. દીપિકા ન હોવાથી નિર્માતાઓ માટે થોડું ટેન્શન હતું, પરંતુ ફિલ્મમાં પ્રભાસ, કમલ હસન જેવા સુપરસ્ટાર પણ છે, આથી ફિલ્મની સફળતા પર વધારે શક કરી શકાય તેમ નથી. હવે માત્ર એ જોવાનું રહ્યું કે આલિયા ફાયનલ થાય છે કે નહીં.
આ પણ વાંચો…દીપિકા પદુકોણ ‘કલ્કિ 2898 AD’ની સિકવલમાંથી હટાવી, જાણો શું છે વિવાદ