સિક્રેટ વેકેશન ડેસ્ટિનેશન પર જવા નીકળ્યું બી-ટાઉનનું આ કપલ અને…
હેડિંગ વાંચીને જો તમને એવો સવાલ ચોક્કસ જ થઈ રહ્યો હશે કે અહીં કોની વાત થઈ રહી છે, બરાબર ને? તો તમારા આ સવાલનો જવાબ છે અહીં વાત થઈ રહી છે બી-ટાઉનના મોસ્ટ લવિંગ અને ચાર્મિંગ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફની.
જી હા, વિકી અને કેટરિના પોતાની બીજી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે અને બીજી એનિવર્સરીને સ્પેશિયલ બનાવવા કપલ સિક્રેટ ડેસ્ટિનેશન પર વેકેશન માણવા નીકળી પડ્યા છે. પરંતું તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં કેટ અને વિકી ફ્લાઈટમાં જોવા મળી રહ્યા છે. વિકીએ ખુદ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કેટરિના કૈફ એકદમ મસ્તી મજાકના મૂડમાં જોવા મળી રહી છે અને તે હાથથી એવી એવી મૂવ્ઝ કરી રહી છે કે જાણે તે કોઈ સાથે ફાઈટ કરી રહી હોય.
આ વીડિયો પોસ્ટ કરીને વિકીએ કેપ્શનમાં લખ્યું છે કે ફ્લાઈટમાં…અને ફૂલ ઓન એન્ટરટેન્ટમેન્ટની સાથે. લવ યુ બ્યુટીફૂલ… આવી જ રીતે મસ્ત રહો. વિકીની આ પોસ્ટ પર તેના ફેન્સ ખૂબ જ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ પરથી ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે વિકી અને કેટરિના સેકન્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે કોઈ સિક્રેટ ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છે. જોકે, હવે જોવાની વાત એ છે બંને જણ ક્યારે પોતાના વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં નવી ડિસેમ્બરના જ વિકી અને કેટરિનાએ રાજસ્થાનના સવાઈ માધોપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. આ લગ્નમાં આગતા સ્વાગતાથી લઈને ફૂડ સુધી બધું જ શાહી હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર હાલમાં જ રિલીઝ થઈ છે અને કેટરિનાની ફિલ્મ ટાઈગર થ્રી પણ દિવાળી પર રિલીઝ થઈ હતી.