મનોરંજન

બાળકો અને પતિ માટે ઝળહળતી કરિયર કુરબાન કરશે આ અભિનેત્રી

બોલિવૂડ અનુષ્કા શર્મા આ દિવસોમાં તેની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી છે અને વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ સમાચારે ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ પછી દરેક લોકો આનંદથી નાચતા જોવા મળ્યા હતા. દરેકને આ કપલ ખૂબ જ ગમે છે. વિરાટ અને અનુષ્કાની જોડી દરેકની ફેવરિટ છે. આવી સ્થિતિમાં દાંપત્યજીવનમાં નવી ઇનિંગ્સના સમાચારે ચાહકોને ખુશ કરી દીધા હતા. પરંતુ હવે આ અફવાઓ સામે આવ્યા બાદ અનુષ્કાના ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે.

અનુષ્કાની બીજી પ્રેગ્નન્સીની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તે બોલિવૂડને હંમેશ માટે અલવિદા કહેશે એવા સમાચાર સામે આવ્યા છે. હા, એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજી વખત માતા બન્યા બાદ અનુષ્કા શર્મા એક્ટિંગને હંમેશા માટે છોડી શકે છે. તો શું અભિનેત્રી વિરાટ કોહલી તેની પુત્રી વામિકા કોહલી અને તેના આવનારા બાળક માટે તેની કારકિર્દીનું બલિદાન આપશે? હવે તમારા મનમાં પણ આવા પ્રશ્નો ઉઠી શકે છે. તો પહેલા આપણે જાણીએ કે આ સમાચાર અચાનક ક્યાંથી ઉડવા લાગ્યા?

આ વાત બીજા કોઈએ નહીં પરંતુ ખુદ અનુષ્કા શર્માએ કહી છે. અનુષ્કા શર્માની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણે એક્ટિંગ છોડવાની વાત કરી છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા સિમી ગરેવાલને ઈન્ટરવ્યુ આપી રહી છે અને આ દરમિયાન તેણે ફિલ્મી કારકિર્દી છોડવાની વાત કરી છે. જ્યારે સિમી ગરેવાલે તેને પૂછ્યું કે તેના માટે લગ્ન કેટલા મહત્વપૂર્ણ છે? તો તેના પર અભિનેત્રીએ કહ્યું, ‘મારા માટે લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારે લગ્ન કરવા છે, મને બાળકો જોઇએ છે અને જ્યારે હું લગ્ન કરીશ, ત્યારે હું કદાચ કામ નહીં કરું.

અનુષ્કા શર્માની આ વીડિયો ક્લિપ તાજેતરની નથી પરંતુ ઘણી જૂની છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે આ બાબતે અભિનેત્રીનો અભિપ્રાય હવે બદલાઈ ગયો હોય. જોકે, હાલમાં અનુષ્કા શર્માની ફિલ્મ ચકડા એક્સપ્રેસ રિલીઝ થવાની બાકી છે, પરંતુ ચાહકોને ડર છે કે આ ફિલ્મ અભિનેત્રીની છેલ્લી બોલિવૂડ ફિલ્મ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button