ડાયરેક્ટરથી બચવા માટે ત્રણ કલાક સુધી વોશરૂમમાં બંધ રહી આ એક્ટ્રેસ, કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવુડની ચકાચોંધથી અંજાઈને દરરોજ હજારો યુવક યુવતીઓ માયાવી નગરી મુંબઈ આવે છે. જેમાંથી કેટલાકનું નસીબ એમને યારી આપે છે તો વળી અમુક આ ઝાકઝમાળવાળી દુનિયાની અંધારી ગલીઓમાં ગુમ થઈ જાય છે. હેડિંગ વાંચીને તમને પણ એવું થઈ ગયું હશે કે કોણ છે આ એક્ટ્રેસ કે જેને આવું કરવું પડ્યું અને આખરે આવું કરવાનું કારણ શું હશે? ડોન્ટ વરી થોડા ધીરા પડો, આપણે આ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. વાત જાણે એમ છે કે આ એક્ટ્રેસ છે સારા અલી ખાન… આ ઘટના સારા સાથે બની હતી ફિલ્મ Love Aaj Kalના શૂટિંગ સમયે…
ખુદ સારાએ આ વાતનો ખુલાસો ફિલ્મના પ્રમોશન વખતે આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. સારા હેપ્પી ગો લકી ટાઈપ ગર્લ છે અને તેણે જણાવ્યું હતું કે હું ડાયરેક્ટરથી બચવા માટે 3 કલાક સુધી બાથરૂમમાં છૂપાઈ ગઈ હતી. સારાએ ડાયરેકટરનું નામ તો નહોતું જણાવ્યું પણ એણે કહ્યું હતું કે બાથરૂમમાંથી મેં મમ્મી અમૃતા સિંહને ફોન કર્યો હતો, કારણ કે હું ફોન અંદર લઈને ગઈ હતી.
આવું કરવાનું કારણ આપતા સારાએ કહ્યું હતું કે હું ડાયરેક્ટરથી પાકી ગઈ હતી અને હાર્ટ એટેકનું બહાનું બનાવીને ભાગવા માંગતી હતી, પણ જ્યારે એવું કરવાનું પરવાનગી ના આપી ત્યારે તેણે અમૃતાને પૂછ્યું કે શું તે બેહોશ થવાની એક્ટિંગ કરી શકું છું કે? અમૃતાએ તેવું કરવાનું પણ ના કહ્યું હતું.
સારા અલી ખાનને ડાયરેક્ટર પાસેથી સ્ક્રિપ્ટનું નેરેશન સાંભળવું નહોતું અને એટલે જ તે ત્યાંથી ભાગવા માંગતી હતી. આ જ કારણસર સારાએ પોતાને ત્રણ કલાક સુધી બાથરૂમમાં પૂરી દીધી હતી. પાંચ કલાક બાદ જ્યારે સારા ઘરે પહોંચી ત્યારે તેણે અમૃતાને કહ્યું કે હું તમને ખૂબ જ નફરત કરું છું અને મને તમારી સાથે કોઈ જ વાત કરવી નથી.
સારાએ વધુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ મારા માટે એકદમ ટોર્ચર સમાન હતી, જોકે સારાએ ડાયરેક્ટરની જેમ ફિલ્મનું નામ પણ આપવાનું ટાળ્યું જ હતું.