B Townની આ એક્ટ્રેસે ખોલ્યા Bedroom Secret, કહી એવી વાત કે…

ફેમસ પર્સનાલિટી, સેલેબ્સ કે જેમને આપણે આપણા જીવનમાં રોલ મોડેલ માનતા હોઈએ છીએ એમના વિશેની ઝીણામાં ઝીણી વિગતો જાણવામાં અને સમજવામાં આપણને ખૂબ જ રસ હોય છે. Malaika Arora આવું જ પાત્ર છે અને હાલમાં જ Malaika Aroraએ પોતાના બેડરૂમ સિક્રેટ ખોલ્યા હતા અને તેણે એવી એવી વાતો જણાવી હતી કે જે સાંભળીને તમે પણ પાણી પાણી થઈ જશો. જોકે આ પહેલી વખત નથી કે કોઈ બોલીવુડ સેલેબે આ રીતે જાહેરમાં પોતાના બેડરૂમ સિક્રેટ ખોલ્યા હોય. આવો જોઈએ આખરે મલાઈકાએ શું જણાવ્યું છે…
Malaika Arora હર થોડા સમયે કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી જ રહી છે પછી એ લગ્નને લઈને કોઈ સ્ટેટમેન્ટ આપવાની વાત હોય કે અર્જુન કપૂર સાથેની પોતાની રિલેશનશિપને કારણે હોય… હવે ફરી એક વખત મલાઈકા પોતાના બોલ્ડ અને બેબાક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગઈ છે. વાત જાણે એમ છે કે મલાઈકાએ પોતાના બેડરૂમ સિક્રેટ ખોલવાની સાથે સાથે જ પોતાની ફેવરિટ પોઝિશન વિશે પણ વાત કરી હતી.
50 વર્ષીય એક્ટ્રેસ પોતાના હોટ અને સિઝલિંગ અવતારથી ફેન્સની ધડકનો વધારતી હોય છે. પરંતુ મલાઈકાનું બેડરૂમ સિક્રેટ જાણીને તેની બહેન પણ ચોંકી ઉઠી હતી. એટલું જ નહીં પણ એણે તેની ફેવરીટ પોઝિશન વિશે પણ વાત કરી હતી.
મલાઈકાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે ટોપ પર રહેવું ગમે છે. એક શોમાં મલાઈકાએ આ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને આગળ કહ્યું હતું કે તેને ગેમ નાઈટ, દાઢીવાળા અને હસમુખા વ્યક્તિ ખૂબ જ પસંદ છે. એવું કહીને આડકતરી રીતે તેણે અર્જુન કપૂર તરફ ઈશારો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાન સાથેના છૂટાછેડા બાદથી જ એક્ટ્રેસ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને તેનું નામ સતત તેની સાથે જોડાતું રહ્યું છે.