સ્કીનટાઈટ ડ્રેસ પહેરીને કરી દીધી બધી હદ પાર આ અભિનેત્રીએ…
મુંબઈઃ અક્ષય કુમારની જાણીતી ફિલ્મ ટોઈલેટ એક પ્રેમકથાથી જાણીતી બનેલી ભૂમિ પેડનેકરનું નામ હવે બોલીવુડમાં અજાણ્યું રહ્યું નથી. તાજેતરમાં એક ઈવેન્ટમાં અતરંગી આઉટફીટ પહેરીને લોકોને દંગ કરી દીધા હતા. ભૂમિની લોકોએ જોરદાર ટીકા કરીને બોલ્ડ અભિનેત્રીઓ સાથે સરખામણી કરી હતી.
ગઈકાલે રાતે ભૂમિ બ્રાઉન કલરની બ્રેસ્ટ પ્લેટ પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી. ભૂમિ પેડનેકર ફુલ કોન્ફિડન્સમાં ફોટોગ્રાફરની સામે ઓફ શોલ્ડર બ્રેસ્ટ પ્લેટ પહેરીને આવી હતી અને કેમેરા સામે પણ બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા હતા.
ભૂમિ પેડનેકરે બ્રાઉન કલરની લોન્ગ સ્કર્ટ કેરી કરી હતી. ભૂમિ નવા અને બોલ્ડ અવતારમાં પોતાના કર્વી ફિગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ન્યૂડ મેકઅપમાં જોવા મળતી ભૂમિની અમુક લોકોએ જોરદાર પ્રશંસા પણ કરી હતી. 24 કલાક પહેલા પોસ્ટ કરેલા ફોટોગ્રાફ પર પણ હજારો લોકોએ કમેન્ટ કરી છે.
ભૂમિએ તેના વાળની વાત કરીએ તો પાર્ટિશન કરીને પાછળની બાજુ બાંધ્યા હતા. ભૂમિના લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર પણ નોંધ લેવામાં આવી હતી, જ્યારે બોલ્ડ લૂકને લઈ લોકોએ તેના પર ભળતી પ્રતિક્રિયા આપી હતી, જ્યારે અમુક લોકોએ તેને ઉર્ફી કહીને પણ કમેન્ટ કરી હતી.
અમુક લોકોએ ટ્રોલ કરીને ઉર્ફીથી કમ નથી લખ્યું હતું, જ્યારે બીજા યૂઝરે લખ્યું તે અન્કફર્ટેબલ લાગે છે. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે અમને તો સાચી ભૂમિ જોઈએ, નકલી નહીં. ભૂમિના વર્કની વાત કરીએ તો તાજેતરમાં તેની ફિલ્મ થેંક્યુ ફોર કમિંગ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી.
બોલ્ડ ટોપિક પર બનેલી થેંક્યુ ફોર કમિંગને બોક્સ ઓફિસ પર પણ સફળતા મળી નહોતી, ત્યારે હવે તેની વધુ એક ફિલ્મ આવી ગઈ છે. ધ લેડી ક્લિર રિલીઝ થઈ ગઈ છે, પરંતુ આ ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે એના માટે અઠવાડિયાની રાહ જોવી પડશે. આમ છતાં ભૂમિના આઉટફીટથી તેના ચાહકો ચોક્કસ નારાજ થયા હોવાનું કહી શકાય.