બિકીની લૂકના ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો આ એક્ટ્રેસ
બી-ટાઉન હોય કે પછી ટેલિવિઝન… એક્ટર-એક્ટ્રેસ તેમની પાસે કામ હોય કે ના હોય પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને હંમેશા જ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવામાં વિશ્વાસ રાખે છે અને તેઓ પોતાના ફોટોશૂટ અને વીડિયો પોસ્ટ કરીને સતત લાઈમલાઈટમાં રહેવાનું ખૂબ જ સારી રીતે જાણે છે. આજે અમે અહીં આવી જ બે એક્ટ્રેસની વાત લઈને આવ્યા છીએ તમારી પાસે.
મૌની રોય અને દિશા પટણી ખૂબ જ સારી ફ્રેન્ડ છે અને હાલમાં બંને બહેનપણીઓ વેકેશન એન્જોય કરી રહી છે અને બંને એક્ટ્રેસે પોતાના વેકેશનના કેટલાક હોટ એન્ડ સિઝલિંગ ફોટો શેર કરીને ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. બંને એક્ટ્રેસનો આ બોલ્ડ અવતાર જોઈને ફેન્સ અને નેટિઝન્સ તેમના પરથી નજર જ હટાવી શક્યા નહોતા.
મૌની અને દિશાએ વેકેશન પરથી પોતાના બિકીની લૂકના ફોટો શેર કર્યા છે અને બંનેના આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. બ્લેક બિકીની પહેરીને મૌનીએ એકથી એક ચઢિયાતા કિલર પોઝ આપ્યા છે. મૌનીના આ હોટ, બોલ્ડ અને સેક્સી ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને તેઓ એના વખાણ કરતાં થાકી નથી રહ્યા.
જોકે, આ પહેલી વખત નથી કે મૌની અને દિશા એક સાથે સ્પોટ થયા હોય. આ પહેલાં પણ તેઓ અનેક વખત વિવિધ ઈવેન્ટ કે પાર્ટીમાં સાથે સ્પોટ થઈ ચૂકી છે અને બંને ખૂબ જ સારી બહેનપણી હોવાની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.