મિસ કેરેજ બાદ 41 વર્ષની ઉંમરે માતા બની આ અભિનેત્રી

બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનારી ટેલેન્ટેડ અભિનેત્રી આરતી છાબરિયાએ હાલમાં જ તેના ચાહકો સાથે એક શુભ સમાચાર શેર કર્યા હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે 41 વર્ષની ઉંમરે માતા બની છે. જોકે, તેણે ડિલીવરીના એક મહિના બાદ આ સમાચાર શેર કર્યા હતા.
આ પણ વાંચો: રામસે બ્રધર્સના પીઢ ફિલ્મ નિર્માતા ગંગુ રામસેનું 83 વર્ષની વયે નિધન
‘લજ્જા’, ‘આવારા પાગલ દિવાના’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘હે બેબી’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી આરતી હવે માતા બની ગઇ છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફિલેન્ટ કરતો વીડિયો શેર કર્યો હતો ત્યારે લોકોને લાગ્યું હતું કે અભિનેત્રી પ્રેગનેન્ટ છે, પરંતુ હકીકત તો એ છે કે આરતી છાબરિયાએ ચાર માર્ચના રોજ બેબીને જન્મ આપ્યો છે. આરતીના પુત્રનું નામ યુવાન રાખવામાં આવ્યું છે. પુત્રના જન્મ બાદ તેણે માતૃત્વનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે આટલી મોટી ઉંમરે માતા બનવું તેની માટે સરળ નહોતું. તેને ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે અગાઉ પણ પ્રેગ્નેન્સી માટે પ્રયાસો કર્યા હતા, પણ તે નિષ્ફળ રહ્યા હતા. આરતીએ જણાવ્યું હતું કે, ‘લોકોને લાગે છે કે હું એક અભિનેત્રી છું એટલે મારે માટે બધું સરળ હશે, પણ એવું નથી. મારા માટે પણ માતા બનવું સરળ નહોતું., પણ ભગવાન મહાન છે.
આ પણ વાંચો: મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ
આરતીએ એમ પણ જણાવ્યું હતું કે લગ્ન બાદ તે ઑસ્ટ્રેલિયા શિફ્ટ થઇ ગઇ હતી. કોરોનાને કારણે તેને ભારત પાછા આવવામાં ઘણી મુશઅકેલી પડી હતી અને તે તણાવમાં આવી ગઇ હતી. એવામાં તે ગર્ભવતી થઇ અને તેની કસુવાવડ થઇ ગઇ હતી, પમ હવે માતા બન્યા બાદ તેનો બધો તણાવ દૂર થઇ ગયો છે. આરતી માતા બનવાને લઈને ઘણી ખુશ છે. હાલમાં, ચાહકો તેમના બાળકને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: મંદિરા બેદીનો નવો લૂક વાઈરલ, યૂઝર્સે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
2018માં આરતીએ અભિનયની દુનિયાને અલવિદા કહીને વિશારદ બિદાસી સાથએ લગ્ન કર્યા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ હતી. તેણે હિંદુ રીતરિવાજ મુજબ પારંપરિક રીતે લગ્ન કર્યા હતા. હવે આરતીએ માતા બનીને એક નવા જીવનની શરૂઆત કરી છે.