મનોરંજન

34 વર્ષની આ એક્ટ્રેસને ઈન્ડસ્ટ્રીમાં પૂરા થયા 11 વર્ષ, ખાસ અંદાજમાં ફેન્સને કહ્યું Thank You…

બોલીવૂડની સાથે સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકથી ચઢિયાતી એક ફિલ્મો આપનારી રાશિ ખન્નાએ ઈન્ડસ્ટ્રીમાં 11 વર્ષ પૂરા કરી લીધા છે. 2013માં જોન અબ્રાહમની સાથે ફિલ્મ મદ્રાસ કૈફેથી કરિયરની શરૂઆત કરનારી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સનો ખાસ અંદાજમાં આભાર માન્યો છે. રાશિની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે, ચાલો જોઈએ શું છે ખાસ રાશિની પોસ્ટમાં…

રાશિ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે જિજ્ઞાસા સાથે કરિયરની શરૂઆત કરીસ, નર્વસ થઈ અને અટકી પણ ખરી. 11 વર્ષ બાદ પણ સ્ટોરી હજી ચાલી રહી છે. મને સ્ક્રીન પર આગળ વધતી જોવા માટે ધન્યવાદ. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…

અત્રે ઉલ્લેખનીય છે કે રાશિ ખન્નાએ મુખ્યત્વે તેલુગુ અને તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. હિંદી ફિલ્મ બોલીવૂડ મદ્રાસ કૈફેમાં સહાયક ભૂમિકા કર્યા બાદ તેલુગુ ફિલ્મ ઉહાલુ ગુસાગુસલાડેથી ડેબ્યુ કર્યું હતું અને ક્રિટિક્સે આ ફિલ્મને ખૂબ જ વખાણી હતી.

આ સિવાય રાશિ ખન્નાએ બંગાલ ટાઈગર, સુપ્રીમ, જય લવ કુશ, થોલી પ્રેમા, ઈમૈકા નોદિગલ, વેંકી મામા, પ્રતિ રોજુ પાંડગે, થિરુચિત્રમબલમ, સરદાર, અને અન્નામનાઈ 4 જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. રાશિ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાની એક અલગ છાપ છોડી ચૂકી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાશિ હાલમાં તેલુસુ કાડા નામની ફિલ્મની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધુ જોનાલગડ્ડા, શ્રીનિધિ શેટ્ટી અને વિવા હર્ષા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રોમેન્સ, દોસ્તી, પરિવાર અને સેલ્ફ લવ પર બેઝ્ડ઼ છે. આ ફિલ્મ 17મી ઓક્ટોબરના રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો…ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button