મનોરંજન

કિતને પાસ પાસ, કિતને દૂર-દૂરઃ આ લવબર્ડઝે એકબીજાથી દૂર આ રીતે ઉજવી દિવાળી…

સાઉથની સુપર સ્ટાર, નેશનલ ક્રશ અને ફિલ્મ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને તેના ફેન્સ તેનું નામ સાઉથના જ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે દોડી રહ્યા છે.

ખુદ રશ્મિકાએ ફિલ્મ એનિમલના પ્રમોશન સમયે વિજય અને પોતાના સંબંધો વિશે હિંટ આપી હતી અને રણબીર કપૂરથઈ લઈને સંદીપ રેડ્ડી વાંગાએ પણ બંનેના રિલેશનશિપ પર હામી ભરી હતી. હવે બંનેના દિવાળી સેલિબ્રેશનના ફોટો સામે આવી રહ્યા છે અને જાણીને નવાઈ લાગશે પણ બંને જણ એકબીજાથી દૂર દૂર એકલા એકલા દિવાળી મનાવી હતી.

રશ્મિકાએ પોતાના દિવાળી સેલિબ્રેશનના ફોટો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. સ્લિટ કુર્તામાં રશ્મિકા એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે અને તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે દિવાળી ફોટો શૂટ થઈ ગયું. હેપ્પી દિવાલી માય લવલીઝ… રશ્મિકાએ પોતાના ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વાત કરીએ વિજય દેવરકોંડાએ હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ સમયે વિજયે ટ્રેડિશનલ લીલા રંગના કુર્તા અને ટોપી પહેરીને દિવાળી ઉજવી હતી. આ સમયે તેની સાથે માતા-પિતા અને પેટ ડોગ પણ જોવા મળી રહ્યો છે.

રશ્મિકા અને વિજય છેલ્લાં કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ફેન્સને ફિલ્મ ગીતા ગોવિંદમના સમયથી જ બંને રિલેશનશિપમાં છે એવી અટકળો લગાવી રહ્યા છે. આ અટકળો ત્યારે વધારે તેજ થઈ ગઈ જ્યારે રશ્મિકા અને વિજય બંને માલદીવ્ઝમાં વેકેશન માણતા જોયા. જોકે, બંને તસવીરો અલગ અલગ પોસ્ટ કરી હતી, પણ ભાઈસાબ આ તો ફેન્સ છે, એમને બેને બે ચાર કરતાં કેટલો સમય?

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકાની ફિલ્મ પુષ્પા ટુ પાંચમી ડિસેમ્બરના રિલીઝ થઈ રહી છે. જ્યારે વિજય દેવરકોંડા છેલ્લે ફિલ્મ ફેમિલી સ્ટારમાં જોવા મળ્યો હતો. હવે કે બીજા કેટલાક તેલુગુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, પરંતુ એના વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button